________________
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
એઓ જ્ઞાતિએ પ્રશ્નારા નાગર છે. એમનું મૂળ વતન જામનગર અને એમનો જન્મ સં. ૧૯૩૮ ના માઘ શુદ પાંચમના રોજ કાઠિયાવાડમાં આવેલા અમરેલી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ કેવળરામ લીલાધર શાસ્ત્રી અને માતાનું નામ જયકુમારી છે. એમના પિતા ગોંડલ સંસ્કૃત પાઠશાળામાં મુખ્ય અધ્યાપક હતા; એટલે ઘણોખરે પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે ગોંડલમાં કરેલો. પણ હાનપણમાં એમનું શરીર નબળું રહેતું અને એમનામાં ઝાઝી સ્કૂતિં જણાતી નહિ, તેથી એમના અભ્યાસ પાછળ વિશેષ ધ્યાન અપાયેલું નહિ. સં. ૧૯૫૭ માં ઇગ્રેજી છઠ્ઠા ધોરણમાંથી અભ્યાસ છોડી દઈ, તેઓ રાજકોટમાં લક્ષ્મણ મહેરામણ કેમિકલ લેબોરેટરીમાં દાખલ થયા; અને ત્યાં લગભગ અઢી વર્ષ અભ્યાસ કરી, પ્રેકટીકલ ફાર્મસીસ્ટ તરીકે પાસ થયા.
પિતાની પાસે એમણે કેટલુંક સંસ્કૃતિનું જ્ઞાન મેળવ્યું હતું અને લેબોરેટરીમાં રહ્યા તે અરસામાં તે અભ્યાસ, ખાસ કરીને સાહિત્ય અને વેદાંતનો, ખૂબ વધાર્યો હતે.
સન ૧૯૦૪ માં તેઓ પહેલ પ્રથમ મુંબઈ આવ્યા હતા; જે વર્ષે ત્યાં ઇન્ડિયન નેશનલ કોન્ટેસ અને તેના અંગે એક ભવ્ય સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન ભરાયું હતું.
પ્રેકટીકલ ફાર્મસીસ્ટ થયા પછી એકદમ નોકરી મળેલી નહિ અને એ બધે સમય એમણે આપણા પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને ધર્મના વાચન અને અભ્યાસમાં વ્યતિત કર્યો, જેનું સુંદર પરિણામ આપણે એમના અનેકવિધ વિદ્વત્તાપૂર્ણ લેખમાં પ્રત્યક્ષ નિહાળીએ–અનુભવીએ છીએ.
સન ૧૯૧૦ માં ઝંડુ ફાર્માસ્યુટીકલ વર્કસમાં એમની નિમણુંક થઈ; ત્યારથી એઓ એ લાઇનમાં, જે માટે પોતે પ્રથમથી લાયકાત પ્રાપ્ત કરી હતી, તેમાં ચાલુ રહી, આયુર્વેદના જ્ઞાનપ્રચાર અને સંશોધન અર્થ સતત પ્રયત્ન કરતા રહ્યા છે; અને એ પ્રવૃત્તિના અંગે “આયુર્વેદ વિજ્ઞાન’ નામનું એક માસિક એડિટ કરે છે, જે આયુર્વેદમાં રસ લેનારાઓ માટે કિમતી વાચનસાહિત્ય, વધુ વિચાર, ચર્ચા અને અભ્યાસ અર્થે રજુ કરે છે.
વૈદકની લાઇનમાં પડેલા હોવાથી એ વિષયમાં એમની હુંશિયારી અને વિદ્વત્તા દેખાઈ આવે એ સમજાય એમ છે; પણ વૈદકની લાઈનની પેઠે આપણા પ્રાચીન ઇતિહાસ અને સાહિત્યના વિષયમાં પણ એમણે નિપૂણતા