SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી જયેન્દ્રરાય ભગવાનલાલ રકાબી જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમને જન્મ ખેડા જીલ્લામાં ઠાસરા ગામે તા. ૧લી સપ્ટેમ્બર ૧૮૮૧ ને રોજ થયો હતો. એમનું વતન સ્થાન અમદાવાદ છે. શરૂઆતનો પ્રાથમિક અભ્યાસ કાઠિયાવાડમાં ગેંડળમાં કરેલો; પછીથી માધ્યમિક કેળવણુ વડેદરા હાઇસ્કુલમાં લીધેલી; અને ઉંચી કેળવણું વચમાં એક વર્ષ બહાઉદ્દીન કૅલેજ સિવાય ગુજરાત કૅલેજમાં; જ્યાંથી સન ૧૯૦૬ માં બી. એ; ની પરીક્ષા પાસ કરેલી. સન ૧૯૧૦ માં એમ. એ; થયેલા; અને સને ૧૯૦૮ના વર્ષમાં નારાયણ પરમાનંદ યુનિવરસિટી નિબંધ ઈનામ મેળવેલું. આમ અભ્યાસ પૂરો થતાં, કલકત્તામાં ગુજરાતીઓની અ વર્નાકયુલર હાઈસ્કૂલના હેડમાસ્તર તરીકે નિમાયેલા. અહિ પણ એમની સાહિત્ય પ્રવૃત્તિ ચાલુ હતી. The Reviewધી રિવ્યુ-નામનું એક અંગ્રેજી માસિક સન ૧૯૧૨ માં અંગ્રેજી રિવ્યુ ઑફ રિવ્યુઝ-Review of Reviewsની ઢબે કાઢેલું. બી. એ. થયા પછી તેમનાં ઈગ્રેજી લખાણો પણ બોમ્બે ગેઝીટ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં અવારનવાર આવતાં. સન ૧૯૧૫માં એમનાં માતુશ્રી ગં. સ્વ. કસબ, જેઓ બહુ સંસ્કારી અને ધર્મનિષ્ઠ બાઈ છે, જેમનો વેદાંતને અભ્યાસ અને વકતૃત્વ ઉંચી શ્રેણનાં છે, એમનાં કાવ્યોને સંગ્રહ “હરિરસ ગીત” નામથી ઊપઘાત સહિત એમણે પ્રસિદ્ધ કર્યો હતો. કલકત્તાથી તેઓને અમદાવાદ સન ૧૯૧૬ માં પાછા. આવવાનું થયુંઅહિ તેઓ ધર્મિક પ્રવૃત્તિમાં ગુંથયા. પણ સન ૧૯૨૦ માં મગનલાલ ઠાંક - સ કૅલેજ સુરત–માં ગુજરાતી અને અંગ્રેજીના અયા ક લગે પર માત તે છે છે ત્યાંજ છે; અને સુરતની સાહિત્ય અને ધર્મવિષયક પ્રવૃત્તિમાં સારા ભાગ લે છે. સન ૧૯૨૭માં એમના છુટક લેખોનો સંગ્રહ “થે ડાંક છુટાં ફૂલ” નામથી પ્રકટ થયેલો અને એ ફુલની ફેરમ આલ્હાદક નિવડેલી. તે પછી સન ૧૯૨૮માં “ઝરણાં-ટાઢાં અને ઊહા” એ નામને એમની કવિતાઓને સંગ્રહ બહાર પડયો, અને હમણાં સન ૧૯૨૯ માં “પિયણાં” નામનું જૂદા જુદા વિષેનું રમુજી અને હળવી શિલીમાં, છતાં ગંભીર અને તાત્વિક વિચારે રમતિયાળ તથાપિ મામિક રીતે ચર્ચતા નિબંધોનું પુસ્તક છપાયું છે. તેમને બનારસના ભારત ધર્મ મહામંડળ તરફથી ધર્મ વિનોદીની ७४
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy