________________
૨૧૬
પરિચછેદ
ઉપર એક જગ્યાએ ફરતો હોય છે ત્યારે એક વખતે તે ભમરડાના ભાગો જ નહિ પણ આખો ભમરડે સ્થિર અને ગતિમાન છે ( અને એ જ જગ્યામાં બીજું જે કંઈ કરતું હોય, તેને વિશે પણ તેમ જ કહે) તે આપણે એને વાંધો સ્વીકારી લઈશું નહિ; કારણ એવી પરિસ્થિતિમાં (૬) વસ્તુઓ પોતાના એના એ જ અંગોમાં સ્થિર કે ગતિમાન હતી નથી; આપણે ઉલટા એમ કહીએ કે તેને પરિધ અને ધરી બને હેય છે; અને ધરી સ્થિર રહે છે, કારણ લંબમાંથી એ ખસતી નથી, અને પરિધ જ ગળગોળ ફરે છે. પરંતુ ગોળ ફરતી વખતે જે ધરી આગળ કે પાછળ કે જમણી કે ડાબી બાજુએ નમે, તો તે ગમે તે દૃષ્ટિએ વિચાર કરતાં સ્થિર નથી.
તેણે જવાબ આપેઃ આવી બાબતોનું વર્ણન કરવાની ૨ પદ્ધતિ શ્રેષ્ઠ છે.
ત્યારે આવા કોઈ પણ વાંધાઓથી આપણે ગૂંચવાઈ નહિ જઈએ અથવા એમ માનવાને નહિ લલચાઈએ કે એક વસ્તુ એક જ વખતે એ ને એ જ અંગમાં કે (બીજી કઈ) (૪૩૭) એની એ જ વસ્તુના સંબંધમાં વિરોધી રીતે પ્રવૃત્ત થઈ શકે અથવા (એ રીતે) એના પર કાર્ય થઈ શકે.
મારી વિચારપદ્ધતિ અનુસાર તે અવશ્ય નહિ જ.
મેં કહ્યું એવા તમામ વાંધાઓની પરીક્ષા કરવાની અને તે ખોટા છે એમ લંબાણથી સાબીત કરવાની આપણને જરૂર ન રહે તે માટે તેની અનુપત્તિ આપણે સ્વીકારી લઈશું, અને જે આ સ્વીકૃતિ બેટી ઠરે તો ફલિત થયેલાં તમામ અનુમાનો હવે પછી આપણે પાછા ખેંચી લેવાં એવી સમજૂતી કરીને આપણે આગળ ચાલીશું.
તેણે કહ્યું : હા, એ રસ્તો સૌથી સારે.
() કહ્યું : વારુ. તમે આટલી તો હા પાડશો કે અનુમતિ અને અસંમતિ, રાગ અને દ્વેષ, આકર્ષણ અને પ્રત્યાઘાત એ બધાં વિરોધી