________________
પૂજામાં દ્રવ્યશુદ્ધિ.
૬૭
ખર્ચથી જ થાય છે. જે ખર્ચ થાય તે મોટાની જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું તે મારા માથે મોટા સ્વામી છે ત્યારે જ થયું ને ?
આવાં વચન સાંભળીને રાજા ઘણો જ ખુશી થયો અને ‘રાજ્યઘરટ્ટ' એવું બિરુદ આપી મોટો માનસાળી કર્યો.
પૂજામાં દ્રવ્યશુદ્ધિ.
પોતે જ સારા સ્થાનથી, જેના ગુણ જાણતો હોય એવા સારા માણસ પાસેથી પાત્ર, ઢાંકણું, લાવનાર માણસ અને માર્ગ એ બધાની પવિત્રતાની યતના રાખી વિધિપૂર્વક પાણી, ફૂલ આદિ વસ્તુ લાવવી. ફુલો વિગેરે આપનારને સારું મૂલ્ય આપી ખુશ કરવો. સારો મુખકોશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ, જીવાદિરહિત સારું કેશર-કપૂર વિગેરે વસ્તુથી મિશ્ર કરેલું ચંદન ઘસવું, વીણેલા અને ઉંચા આખા ચોખા, શોધેલો ધૂપ અને દીપ, સરસ નૈવેદ્ય તથા મનોહરલો ઇત્યાદિ સામગ્રી એકઠી કરવી. એ રીતિએ દ્રવ્યશુદ્ધિ કહી છે.
પૂજા માટે ભાવશુદ્ધિ.
કોઈ ઉપર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, આલોક-પરલોકની સુખની ઇચ્છા, યશ અને કીર્તિની વાંછા, કૌતુક વ્યાકુલતા, વિગેરે ટાળીને ચિત્તની એકાગ્રતા રાખીને જે પૂજા કરવી તે ભાવશુદ્ધિ કહેવાય છે. કહ્યું છે કે
મનની શુદ્ધિ, વચનની શુદ્ધિ, કાયાની શુદ્ધિ, વસ્ત્રની શુદ્ધિ, ભૂમિની શુદ્ધિ, પૂજાના ઉપકરણની શુદ્ધિ, સ્થિતિ શુદ્ધિ - એમ ભગવંતની પૂજાના અવસરે સાત પ્રકારની શુદ્ધિ કરવી.
એમ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ કરીને પવિત્રપણે દેરાસરમાં પ્રવેશ કરે. આ વિધિ ગૃહચૈત્ય માટે પણ સમજવી.
દેરાસરમાં પ્રવેશવિવિધ.
દેરાસરની જમણી દિશાની શાખાને આશ્રયીને (જમણા પડખાથી) પુરુષે દેરાસરમાં પ્રવેશ ક૨વો, અને ડાબી બાજુની શાખાને આશ્રયીને સ્ત્રીએ દેરાસરમાં પ્રવેશ કરવો. પણ દેરાસરના દરવાજા આગળના પહેલા પગથીયા ઉપર સ્ત્રી અથવા પુરુષે જમણો જ પગ મુકીને દેરાસરમાં પ્રવેશ કરવો.
પૂર્વદિશા કે ઉત્તરદિશા સામે બેસીને ચંદ્રનાડી વહેતાં સુગંધવાળા મીઠા પદાર્થોથી દેવની પૂજા કરે. કેવી યુક્તિપૂર્વક દેવની પૂજા કરવી તે વિધિ બતાવે છે
-
ત્રણ નિસીહિ ચિંતવવી, ત્રણ પ્રદક્ષિણા ફરવી, ત્રિકરણ (મન, વચન, કાયા) શુદ્ધિ કરવી એ વિધિથી શુદ્ધ પવિત્ર પાટલા ઉપર પદ્માસનાદિ સુખે બેસી શકાય એવા આસને બેસીને, ચંદનના વાસણમાંથી બીજા વાસણ (વાટકી) વિગેરેમાં કે હાથની હથેળીમાં ચંદન લઈને કપાળમાં તિલક કરી હાથમાં કંકણ કે નાડાછડી બાંધીને હાથની હથેળી વળી ચંદનના રસથી વિલેપનવાળી