________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
હૃદ
છે એ લોકોક્તિ જિનપૂજામાં અપ્રમાણિક છે. રેશમી વસ્ત્રો પણ બીજાં વસ્ત્રોની માફક, ભોજન, મલમૂત્ર, અશુચિસ્પર્શ-વર્જન આદિથી સાચવવાં, દેવપૂજામાં વાપરવાનાં વસ્ત્ર વારંવાર ધોવાં, પવાં વિગેરેથી સાફ રાખવાં, થોડી વાર જ વાપરવાં.
પરસેવો, સળેખમ, થુંક, બળખો એ વસ્ત્રથી ન લુંછવાં, તેમજ વળી હાથ, પગ, નાક, મસ્તક પણ નહીં લુંછવાં, તેમજ પોતાના સાંસારિક કામનાં વસ્ત્રની સાથે કે પારકાં બાળ, વૃદ્ધ, સ્ત્રીનાં વસ્ત્રની સાથે ન મૂકવાં, તથા પ્રાયે પારકાં વસ્ત્ર પહેરવાં જ નહીં. જો વારંવાર એમ યુક્તિથી ન સાચવે તો અપવિત્ર થવાના દોષનો સંભવ થાય છે.
કુમારપાળ રાજાના પૂજાના વસ્ત્રો અને સાળવીઓ.
કુમારપાળ રાજાનાં પૂજા માટેનાં વસ્ત્રો બાહડ મંત્રીના નાના ભાઈ ચાહડે વાપર્યાં ત્યારે રાજાએ કહ્યું કે, નવું વસ્ત્ર મને આપ. ત્યારે તેણે કહ્યું કે, મહારાજ, એવું સાફ નવું રેશમી વસ્ર તો અહીંયાં મળતું જ નથી. પણ સવા લાખ દ્રવ્યના મૂલથી નવાં વસ્ત્ર બંબેરા નગરીમાં બને છે, પરંતુ ત્યાંનો રાજા તે એક દિવસ પહેરીને પછી જ અહીંયાં મોકલાવે છે. આવાં વચન સાંભળીને કુમારપાળ રાજાએ બંબેરા નગરીના અધિપતિને સવાલાખ દ્રવ્ય આપવાનું જણાવી તદ્દન નવું પહેર્યા વગરનું વસ્ત્ર મોકલવાને કહેવરાવ્યું. તેણે તે આપવાની ના પાડી. તેથી કુમારપાળ રાજા તેના પર કોપાયમાન થયો.
જેથી તેણે ચાહડને બોલાવી કહ્યું કે, આપણું મોટું સૈન્ય લઈને તું બંબેરા નગરે જઈ જય કરીને ત્યાંનાં પટોળા અને પટોળાંના કારીગરોને અહીંયાં લઈ આવ. તું દાન આપવામાં ઉદાર છે તે ખરૂં, પણ વિશેષ ખરચ ન કરતો. તે વચન અંગીકાર કરીને ત્યાંથી મોટું સૈન્ય લઈ ત્રીજે પ્રયાણે ચાહડ બંબેરા જઈ પહોંચ્યો. બંબેરાના સ્વામીએ તેની પાસે લાખ દ્રવ્ય માંગ્યું. પરંતુ કુમારપાળે ના પાડેલ હોવાથી તેણે આપ્યું નહીં.
છેવટે રાજાના ભંડારના દ્રવ્યનો વ્યય કરીને (જેણે જેમ માંગ્યું તેને તેમ આપીને) ચૌદસે ઉંટડીઓ ઉપર ચડેલા બે બે શસ્ત્રધારી સુભટોને સાથે લઈ અકસ્માત રાત્રિને સમયે બંબેરા નગરને વીંટીને સંગ્રામ કરવા ધાર્યું. પણ તે રાત્રે ત્યાંના લોકોમાં સાતસો કન્યાઓનાં લગ્ન હતાં તે સાંભળીને તેઓને વિદન થાય નહીં માટે રાત્રે વિલંબ કરી સવારના પહોરમાં પોતાના સૈનિક બળથી તેણે ત્યાંના કિલ્લાના ચુરેચુરા કરી નાંખીને અંદર પેસી ત્યાંના અધિપતિનો-દરબારનો ગઢ તાબે કર્યો. પછી પોતાના રાજા કુમારપાળની આણ મનાવીને ત્યાંના ખજાનામાંથી સાત કરોડ સોનામહોર અને અગીયારસો ઘોડા તથા ત્યાંના સાતસો સાળવીઓને સાથે લઈ તે મોટા મહોત્સવ સહિત પાટણ નગરે આવી કુમારપાળ રાજાને નમ્યો.
કુમારપાળ બોલ્યો કે, તારી નજર મોટી તે મોટી જ રહી, કેમકે તેં તો મારા કરતાં પણ ઘણો ખરચ કર્યો, એટલો ખરચ તો હું પોતે ગયો હોત પણ થાત નહીં.’
આવાં વચન સાંભળીને ચાહડ બોલ્યો કે, મહારાજ જે ખરચ થયું તે તમારી જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું છે, તે તમારા જ બળથી કર્યું છે, કેમકે, મોટા સ્વામીના કામ પણ મોટા