________________
શ્રી સાધુઓનું સહાયપણું.
૩૫૫ એક જ પદ એવું છે કે જેના ઉપર કાળની પણ અસર નથી. આ પદ પ્રાપ્ત કર્યા પછી જીવ પોતાના સ્વરૂપને કદી પણ છોડતો નથી. માટે જ સિદ્ધપદ અવિનાશી કહેવાય છે. સિદ્ધ પરમાત્માઓના અવિનાશી સ્વરૂપનો વિચાર જીવને સિદ્ધ બનવાની અચિંત્ય પ્રેરણા આપે છે, હિંમત આપે છે, દિલાસો આપે છે અને આત્મામાં છુપાયેલા વર્ષોલ્લાસમાં અપૂર્વ વૃદ્ધિ કરાવે છે. શ્રી સિદ્ધપરમાત્માઓને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી આપણા આત્મામાં સત્તાગત રહેલું સિદ્ધપણું ક્રમશઃ પ્રગટ થાય છે. શ્રી આચાર્યોનો સદાચાર
નમસ્કારમાં ત્રીજું પદ આચાર્યવર્યોનું છે. મુમુક્ષુઓ માટે મોક્ષ એ સાધ્ય છે અને સદાચરણ એ સાધન છે. કારણ વિના કાર્યની પ્રાપ્તિ થાય નહિ. જેને મોક્ષની ઇચ્છા હોય તેને મોક્ષના અનન્ય સાધનભૂત સદાચારને પણ જીવનમાં અપનાવવો જ રહ્યો. આ ત્રીજા પદમાં રહેલા આત્માઓ પોતે સદાચારનું પાલન કરે છે અને જગતને પણ એ માર્ગે ચાલવાની સતત પ્રેરણા પોતાના જીવનથી અને ઉપદેશથી આપે છે. પંચાચારના પાલનમાં જગતના તમામ સુંદર આચારોનો સમાવેશ થઈ જાય છે. આ સદાચારનું પાલન અથવા તેના ઉપરનો પ્રેમ જીવમાં મોક્ષપ્રાપ્તિની યોગ્યતા પ્રગટ કરે છે. તે સિવાય સદ્ગતિમાં ગમન કરવા માટે જીવ પાંગળો બની જાય છે. ત્રીજા પદને નમસ્કાર એટલે સદાચારની પૂજા અથવા સદાચાર ઉપરના પ્રેમની અભિવ્યક્તિ. સાચા ભાવથી સદાચાર કે સદાચારીને કરેલો નમસ્કાર કોઈ કાળે નિષ્ફળ જતો નથી. શ્રી ઉપાધ્યાયનો વિનય
નમસ્કારમાં ચોથું પદ ઉપાધ્યાય ભગવંતોનું છે. એમનો મુખ્ય ગુણ વિનય છે. આ વિનયગુણ મોક્ષમાર્ગમાં ઘણો જ ઉપયોગી છે. એના વિના મોક્ષમાર્ગમાં એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. ખરી રીતે વિનયથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. નમસ્કાર પણ એક પ્રકારનો વિનય જ છે. વિનય વિના ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થતી નથી. નાનામોટા સર્વ ગુણોનું મૂળ વિનય છે. આ ચોથા પદમાં રહેલા આત્માઓ વિનયગુણનું પાલન કરે છે અને બીજાને પણ વિનયગુણનું શિક્ષણ આપે છે.
આ પદને નમસ્કાર એટલે વિનયગુણને નમસ્કાર. આત્મિક ગુણોની પ્રાપ્તિમાં એવો નિયમ છે કે જે ગુણને આત્મા હાર્દિક રીતે ઇચ્છે છે અને પ્રાપ્ત કરવા માટે ખરા અંતઃકરણથી પ્રયાસ કરે છે, તે ગુણ આત્મામાં પ્રગટ થયા વિના રહેતો નથી.
ગુણો બહારથી આવતા નથી, અંદરથી જ પ્રગટે છે. તે માટે હૃદયની સચ્ચાઈપૂર્વકની તીવ્ર તાલાવેલી જોઈએ. આ પદને નમસ્કાર કરવાથી વિનયગુણની પ્રાપ્તિ થાય છે. આ વિનયગુણ એટલે બાહ્ય-અત્યંતર સર્વ પ્રકારની રિદ્ધિસિદ્ધિઓની ઉત્પત્તિનું સ્થાન. વિનયગુણની પ્રાપ્તિ માટે ગુણી આત્માઓને ભાવપૂર્વક નમસ્કાર કરવો જોઈએ. ભાવનમસ્કાર એટલે તે ગુણને પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલીપૂર્વકની મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ. શ્રી સાધુઓનું સહાયપણું
શ્રી નમસ્કારમાં પાંચમું પદ સર્વ સાધુઓનું છે. પ્રાપ્ત થયેલી શક્તિ અને સામગ્રીનો જો સદુપયોગ કરવામાં ન આવે તો તે શક્તિ દિન-પ્રતિદિન હીન ક્ષીણ બનતી જાય છે અને તેનો