________________
લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત.
૨૯૩ પ્રકટ શબ્દથી ન આલોવવું. (૭) તેમજ શબ્દાકુળ એટલે ગુરુ સારી રીતે ન જાણે એવા શબ્દના આડંબરથી અથવા આસપાસના લોકો સાંભળે તેવી રીતે આલોવવું. (૮) આલોવવું હોય તે ઘણા લોકોને સંભળાવે. અથવા આલોયણા લઈ ઘણા લોકોને સંભળાવે. (૯) અવ્યક્ત એટલે છેદ ગ્રંથના જાણ નહિ એવા ગુરુ પાસે આલોવવું. (૧૦) લોકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પોતાના જેવા જ દોષને સેવન કરનાર ગુરુની પાસે આલોવવું. આ દશ દોષ આલોયણા લેનારે ત્યજવા.
હવે સમ્યફ પ્રકારે આલોવે તો તેના ગુણ (ફાયદા) કહે છે. આલોયણા લેવાના ફાયદા.
(૧) જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકું લાગે છે તેમ આલોયણા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પોતાનો જીવ હલકો લાગે છે. (૨) આનંદ થાય છે. (૩) પોતાના તથા બીજાઓના પણ દોષ ટળે છે. એટલે પોતે આલોયણા લઈ દોષમાંથી છૂટો થાય છે એ જાહેર જ છે. તથા તેને જોઈને બીજાઓ પણ આલોયણા લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. (૪) સારી રીતે આલોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. (૫) અતિચારરૂપ મળ ધોવાઈ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. (૬) તેમજ આલોયણા લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે.
કેમકે દોષનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી. અનાદિકાળથી દોષસેવનનો અભ્યાસ પડી ગયો છે પણ દોષ કર્યા પછી તે આલોવવા એ દુષ્કર છે. કારણ કે મોક્ષ સુધી પહોંચે એવા પ્રબળ આત્મવીર્યના વિશેષ ઉલ્લાસથી જ એ કામ બને છે. નિશીથચૂર્ણમાં પણ કહ્યું છે કે જીવ જે જે દોષનું સેવન કરે તે દુષ્કર નથી પણ સમ્યકપ્રકારે આલોવે તે જ દુષ્કર છે. માટે જ સમ્યક આલોયણાની ગણતરી પણ અત્યંતર તપમાં ગણી છે અને તેથી જ તે મા ખમણ વગેરેથી પણ દુષ્કર છે. લક્ષ્મણા સાધ્વી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે - લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત.
આ ચોવીશીથી અતીત કાળની એંશીમી ચોવીશીમાં એક બહુ પુત્રવાનું રાજાને સેંકડો માનતાથી એક બહુમાન્ય પુત્રી થઈ. તે સ્વયંવરમંડપમાં પરણી પણ દુર્દેવથી ચોરીની અંદર જ પતિના મરણથી વિધવા થઈ. પછી તે સમ્યક પ્રકારે શીલ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી અને જૈનધર્મમાં ઘણી તત્પર રહી.
એક વખતે તે ચોવીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષ્મણા એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા ચકલીનો વિષયસંભોગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે
અરિહંત મહારાજે ચારિત્રિયાને વિષયસંભોગની કેમ અનુમતિ ન આપી ? અથવા તે (અરિહંત) પોતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી.” વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષ્મણા સાધ્વી ઠેકાણે આવી અને પસ્તાવો કરવા લાગી. “હવે આલોયણા શી રીતે કરીશ ? એવી તેને લજ્જા ઉત્પન્ન થઈ.'
પરંતુ શલ્ય રાખવાથી કોઈપણ રીતે શુદ્ધિ નથી એ વાત ધ્યાનમાં લઈ તેણે આલોયણા કરવા પોતાને ધીરજ આપી અને તે ત્યાંથી નીકળી. એટલામાં ઓચિંતો કાંટો પગમાં વાગ્યો. તે અપશુકન