________________
૨૯૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ તો શિખા અને ભાર્યા સહિત હોય છે. ચારિત્ર તથા સાધુનો વેષ મૂકી ગૃહસ્થ થયેલો તે પશ્ચાત્કૃત કહેવાય છે.
ઉપર કહેલા પાસત્યાદિને પણ ગુરુની માફક વંદન વગેરે યથાવિધિ કરવું. કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જો પાસત્યાદિ પોતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના ન કરાવે તો તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરવો. અને આલોયણા લેવી.
ઉપર કહેલા પાસત્યાદિનો યોગ ન મળે તો રાજગૃહી નગરીમાં ગુણશીલાદિ ચૈત્યને વિષે જ્યાં ઘણીવાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષોને આલોયણા આપતા જોયા હોય, ત્યાં તે સમ્યગ્દષ્ટિ દેવતાને અટ્ટમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસે આલોયણા લેવી. કદાચ તે સમયનો દેવતા ચવ્યો હોય અને બીજો ઉત્પન્ન થયો હોય તો તે મહાવિદેહક્ષેત્રમાં જઇ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત આપે છે.
તેમ ન બને તો અરિહંતની પ્રતિમા આગળ આલોઇ (કહી) પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાનો પણ જોગ ન હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોટું રાખીને અરિહંતોની તથા સિદ્ધોની સમક્ષ આલોવે. પણ આલોયા વગર ન રહે. કેમકે શલ્ય સહિત જીવ આરાધક કહેવાતો નથી.
પોતે ગીતાર્થ નહી હોવાથી ચરણશુદ્ધિ તથા આલોયણા આપવાથી થતું હિત ન જાણે તો તે પુરુષ પોતાને અને આલોયણા લેનારને પણ સંસારમાં પાડે છે. આલોચના સમયની શુદ્ધિ.
જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે તેમ આલોયણા લેનારે માયા અથવા મદ ન રાખતાં આલોવવું. માયા મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે સંવેગભાવનાની વૃદ્ધિ કરી જે અકાર્યની આલોયણા કરે તે અકાર્ય જરૂર ફરીથી ન કરે. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગારવામાં લપટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઇચ્છાથી અથવા હું બહુશ્રુત છું એવા અહંકારથી, અપમાનની બીકથી અથવા આલોયણા ઘણી આવશે એવા ડરથી ગુરુની પાસે પોતાના દોષ કહીને ન આલોવે તે જરૂર આરાધક કહેવાતો નથી. તે તે સંવેગ ઉત્પન્ન કરનાર આગમવચનોનો વિચાર કરી તથા શલ્યનો ઉદ્ધાર ન કરવાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પોતાનું ચિત્ત સંવેગવાળું કરવું અને આલોયણા લેવી.
હવે આલોયણા લેનારના દશ દોષ કહે છે. આલોયણા લેનારના દશ દોષ.
(૧) ગુરુ થોડી આલોયણા આપશે એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આલોયણા લેવી. (૨) તેમજ આ ગુરુ થોડી તથા સહેલી આલોયણા આપનારા છે એવી કલ્પના કરી આલોવવું. (૩) જે પોતાના દોષ બીજા કોઈએ જોયા હોય તે જ આલોવે પણ બીજા છાના ન આલોવે. (૪) સૂક્ષ્મ (નાના) દોષ ગણત્રીમાં ન ગણવા અને બાદર (મોટા) દોષની જ માત્ર આલોયણા લેવી. (૫) સૂર્મની આલોયણા લેનાર બાદ દોષ મૂકે નહિ. એમ જણાવવા માટે તૃણ-ગ્રહણાદિ નાના દોષની માત્ર આલોયણા લેવી અને બાદરની ન લેવી. (૬) છત્ર એટલે