________________
પંચમ પ્રકાશ વર્ષકૃત્ય.
ચોમાસા સંબંધી કૃત્ય કહ્યું. હવે રહેલી અર્ધ ગાથા તથા તેરમી ગાથા મળી દોઢ ગાથામાં અગિયાર વાર વડે વર્ષકૃત્ય કહે છે.
पइवरिसं संघच्चण-साहम्मिअभत्तिजत्ततिगं ॥१२॥ जिणगिहि ण्हवणं जिणधण-वुड्डी महपूअधम्मजागरिआ। सुअपूआ उज्जवणं, तह तित्थपभावणा सोही ॥१३॥ प्रतिवर्षं संघार्चन सार्मिकभक्ति-यात्रात्रिकम् ॥१२॥ जिनगृहे स्नपनं जिनधनवृद्धि-महापूजा धर्मजागरिका ।
श्रुतपूजा उद्यापनं तथा तीर्थप्रभावना शोधिः ॥१३॥ શ્રાવકે દરવર્ષે જઘન્યથી એકવાર પણ ૧. ચતુર્વિધ શ્રી સંઘની પૂજા, ૨ સાધર્મિક વાત્સલ્ય, ૩ તીર્થયાત્રા, રથયાત્રા અને અઠ્ઠાઈ યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪ જિનમંદિરમાં સ્નાત્ર મહોત્સવ, ૫ માળા પહેરવી, ઇન્દ્રમાળા વગેરે પહેરી પહેરામણી કરવી, ધોતિયાં વિગેરે આપવાં તથા દ્રવ્યની ઉછામણીપૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મકૃત્યો કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિમાં ધર્મજાગરિકા, ૮ શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા, ૯ અનેક પ્રકારનાં ઉજમણાં, ૧૦ જિનશાસનની પ્રભાવના અને ૧૧ આલોયણા. એટલાં ધર્મકૃત્યો યથાશક્તિ કરવાં જોઈએ.
તેમાં શ્રીસંઘની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને બહુમાનથી સાધુ-સાધ્વીના ખપમાં આવે એવી આધાકર્મકૃત્ય આદિ દોષ રહિત વસ્તુ ગુરુમહારાજને આપવી. તે વસ્તુ એ કે વસ્ત્રો, કંબળ, પોંછનક, સૂત્ર, ઉન, પાત્રો, પાણીનાં પાત્ર વગેરે દાંડો, દાંડી, સોય, કાંટાને ખેંચી કાઢનારો ચીપીયો, કાગળ, ખડીયા, લેખણીનો સંગ્રહ, પુસ્તક વગેરે આપવું. દિનકૃત્યમાં કહ્યું છે કે વસ્ત્ર, પાત્ર આદિ આપવા તથા પાંચ પ્રકારનું પુસ્તક, કંબળ, પાદપ્રોઇનક, દાંડો, સંથારો, સિક્કા તથા બીજું પણ ઔધિક તથા ઔપગ્રહિક મુહપત્તિ, પુંછણા વગેરે જે કાંઈ શુદ્ધ સંયમને ઉપકારી હોય તે આપવું. પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં વળી કહ્યું છે કે -
“જે વસ્તુ સંયમને ઉપકારી હોય તે વસ્તુ ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસંમતપણે વસ્તુનો પરિહાર એટલે પરિભોગ (સેવન) કરનારો અસંયત કહેવાય છે.” અહીં પરિહાર શબ્દનો અર્થ પરિભોગ કરનારો એવો કર્યો. કારણ કે પરિહારો પરિમોrો એવું વચન છે તેથી અસંમતપણે જે પરિભોગ કરવો એવો અર્થ થાય છે એમ પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં કહ્યું છે.
એમજ પ્રાતિહારિક, પીઠ, ફલક, પાટો વગેરે સંયમોપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમનાં ઉપકરણ છે એમ શ્રી કલ્પમાં કહ્યું છે. તે