________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ
૨૮૦
એવી રીતે કે અમળાŞ વસ્થારૂ સુગ્રાફ ચડી તિત્રિ અશનાદિ, વસ્ત્રાદિ અને સોયાદિ એ ત્રણ ચતુષ્ક મળીને બાર ઉપકરણો નીચે મુજબ છે.
જેમકે (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ એ અશનાદિક ચાર, (૫) વસ્ત્ર, (૬) પાત્ર, (૭) કંબલ અને (૮) પાદપ્રોંછનક એ વસ્ત્રાદિ ચાર; તથા (૯) સોય, (૧૦) વસ્ત્રો, (૧૧) નરણી અને (૧૨) કાન ખોતરવાની સળી એ સોયાદિક ચાર; આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુઓ સંયમનાં ઉપકરણ છે.
તેમજ શ્રાવક-શ્રાવિકારૂપ સંઘનો પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણી વગેરે આપીને સત્કાર કરે. દેવ ગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિને પણ ઉચિત લાગે તેમ તૃપ્ત કરે.
સંઘપૂજા ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જઘન્ય. જિનમતધારી સર્વસંઘને પહેરામણી આપે તો ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય. સર્વ સંઘને માત્ર સૂત્ર વગેરે આપે તો જઘન્ય સંઘપૂજા થાય. બાકી રહેલી સર્વે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શક્તિ ન હોય તેણે પણ ગુરુ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સોપારી વગેરે આપીને દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. દરિદ્રી પુરુષ એટલું કરે તો પણ તેને ઘણો લાભ. કેમકે લક્ષ્મી ઘણી છતાં નિયમ આદરવો, શક્તિ છતાં ખમવું, યૌવન અવસ્થામાં વ્રત લેવું અને દરિદ્રી અવસ્થામાં થોડું પણ દાન આપવું એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે લોકો તો દરેક ચોમાસામાં સંઘપૂજા વગેરે કરતા હતા અને ઘણા ધનનો વ્યય કરતા હતા એમ સંભળાય છે.
દિલ્હીમાં જગસી શેઠનો પુત્ર મહણસિંહ શ્રીતપગચ્છાધિપતિ પૂજ્ય શ્રીદેવચંદ્રસૂરિજીનો ભક્ત હતો. તેણે એકજ સંઘપૂજામાં જિનમતધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળગણ ત્યાં પધાર્યા. પૂર્વે મહસિંહે બોલાવેલા શ્રીગુરુ મહારાજે તે ગણિજીને મોકલ્યા હતા. તેમના પ્રવેશને વખતે મહણસિંહે ટુંકમાં સંઘપૂજા કરી તેમાં છપ્પન હજાર ટંકનો વ્યય કર્યો. આવી વાર્તાઓ સાંભળવામાં આવે છે. એ પ્રકારે સંઘપૂજા વિધિ કહી છે.
સાધર્મિકવાત્સલ્ય.
સાધર્મિકવાત્સલ્ય પણ સર્વે સાધર્મિક ભાઈઓનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે કરવું. સાધર્મી ભાઈનો યોગ મળવો જો કે દુર્લભ છે. કેમ કે સર્વે જીવો સર્વે પ્રકારના સંબંધ પૂર્વે પામેલા છે પરંતુ સાધર્મિક આદિ સંબંધને પામનારા જીવો તો કોઈક ઠેકાણે વિરલા જ હોય છે. સાધર્મિક ભાઈનો મેલાપ પણ ઘણો પુણ્યકારી છે. સાધર્મિકનો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદર-સત્કાર કરે તો ઘણો પુણ્યબંધ થાય. કહ્યું છે કે એક તરફ સર્વે ધર્મ અને બીજી તરફ સાધર્મિકવાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તોળીયે તો બન્ને સરખા ઉતરે છે સાધર્મિકનો આદર-સત્કાર નીચે પ્રમાણે કરવો :
પોતાના પુત્ર વગેરેનો જન્મોત્સવ, વિવાહ વગેરે હોય તો સાધર્મિક ભાઈઓને નિમંત્રણ કરવું અને ઉત્તમ ભોજન, તાંબૂલ, વસ્ત્ર, આભરણ વગેરે આપવું. કદાચ તેઓ કોઈ વખતે બહુ