________________
૨૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - ચતુર્થ પ્રકાશ તને બે રત્નો આપ્યાં.” આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને ઘણા પ્રકારના નિયમ પાળીને સ્વર્ગે ગયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના નિયમ ઉપર કથા કહી. ચાતુર્માસિક કૃત્યો અંગે લૌકિક શાસ્ત્રોનું સમર્થન. - લૌકિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ઋષિએ પૂછયું કે “હે બ્રહ્મદેવ ! વિષ્ણુ
ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે ? અને તે નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વર્જવી ? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય ?” બ્રહ્મદેવે કહ્યું : “હે વસિષ્ઠ ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા નથી અને જાગૃત પણ થતા નથી પરંતુ વર્ષાકાળ આવે ત્યારે ભક્તિથી વિષ્ણુનો એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ યોગનિદ્રામાં રહે ત્યારે શું શું વર્જવું? તે સાંભળ.
જે પુરુષ ચોમાસામાં મુસાફરી ન કરે, માટી ન ખણે, તથા રીંગણાં, ચોળા, વાલ, કળથી, તુવેર, કાલિંગડા, મૂળા અને તાંદળજો એટલી વસ્તુનો ત્યાગ કરે. તથા હે વસિષ્ઠ ! જે પુરુષ ચોમાસામાં એક અન્ન ખાય, જે પુરુષ હંમેશાં તથા ઘણું કરી ચોમાસામાં રાત્રિભોજન ન કરે તે આ લોકમાં તથા પરલોકમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે. જે પુરુષ ચોમાસામાં મધ, માંસ, વર્ષે છે તે દરેક માસમાં સો વર્ષ સુધી કરેલા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે વગેરે.
માર્કડેય ઋષિએ પણ કહ્યું કે હે રાજનું! જે પુરુષ ચોમાસામાં તેલમર્દન કરતો નથી તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિરોગી રહે છે. જે પુરુષ પુષ્પાદિનો ભોગ છોડી દે છે તે સ્વર્ગલોકમાં પૂજાય છે. જે પુરુષ કડવો, ખાટો, તૂરો, મીઠો અને ખારો એ રસોથી ઉત્પન્ન થતા રસોને વર્ષે તે પુરુષ કુરૂપતા તથા દૌર્ભાગ્ય કોઈ ઠેકાણે પણ પામતો નથી. તાંબૂલ ભક્ષણ કરવાનું વર્ષે તો ભોગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાનું શાક વર્ષે તે ધન તથા પુત્ર પામે. | હે રાજન ! ચોમાસામાં ગોળ ન ખાય તો મધુર સ્વરવાળો થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તો બહુ સંતતિ પામે. ભૂમિમાં સંથારે સૂઈ રહે તો વિષ્ણુનો સેવક થાય. દહીં તથા દૂધ વર્ષે તો ગોલોક નામે દેવલોક જાય. બપોર સુધી પાણી પીવાનું તજે તો રોગોપદ્રવ ન થાય. જે પુરુષ ચોમાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મલોકમાં પૂજાય, જે પુરુષ ચોમાસામાં નખ અને કેશ ન ઉતારે તે દરરોજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પારકું અન્ન તજે તે અનંત પુણ્ય પામે, ચોમાસામાં ભોજન કરતી વેળાએ જે મૌન ન રહે તે કેવળ પાપ જ ભોગવે એમ જાણવું. મૌનપણે ભોજન કરવું ઉપવાસ સમાન છે માટે ચોમાસામાં જરૂર મૌન ભોજન તથા બીજા નિયમ રાખવા. ઇત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ'ની શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકામાં ચતુર્થ ચાતુર્માસિક કૃત્ય પ્રકાશ
સંપૂર્ણ થયો.