________________
રાજકુમારનું કથાનક.
૨૭૭ તથા ઔષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધર્મિક વાત્સલ્ય કરવું અને ગુરુનો વિનય સાચવવો. દર મહિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિસંવિભાગ યથાશક્તિ કરવો.” આ રીતે શ્રાવક-શ્રાવિકાના ચોમાસા સંબંધી નિયમ કહ્યા છે. રાજકુમારનું કથાનક.
હવે આ વિષયસંબંધી આ પ્રમાણે કથા છે.
વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી રાણીનો પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયો એમ જાણી રાજાએ તેને આદર-સન્માન દેવાનું મૂકી દીધું. એમ કરવામાં રાજાનો એવો અભિપ્રાય હતો કે “બીજા પુત્રો અદેખાઈથી એને મારી નાંખે નહીં” તેથી રાજકુમારને ઘણું દુઃખ થયું. તે મનમાં વિચારવા લાગ્યો કે, “પગથી હણાયેલી ધૂળ હણનારને માથે ચઢે છે માટે મૂંગે મોઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે” એવું નીતિશાસ્ત્રનું વચન છે. માટે મારે અહીં રહીને શું કરવું છે? હું હવે પરદેશ જઈશ. કેમકે જે પુરુષ ઘરમાંથી બહાર નીકળીને સેકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જોતો નથી તે કૂવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળમાં ભ્રમણ કરનાર પુરુષો દેશદેશની ભાષાઓ જાણે છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.”
રાજકુમાર એમ વિચારી રાત્રિએ કોઈ ન જાણે તેવી રીતે હાથમાં તલવાર લઈ બહાર નીકળ્યો અને પૃથ્વી ઉપર પોતાની ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કોઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભૂખ-તરસથી બહુ હેરાન થયો. એટલામાં સર્વાગે દિવ્ય આભૂષણ પહેરેલો એક દિવ્ય પુરુષ આવ્યો. તેણે સ્નેહપૂર્વક તેની સાથે કેટલીક વાર્તા કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દૂર કરનારું અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારૂં એવા બે રન આપ્યાં. કુમારે તું કોણ છે? એમ તેને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “જ્યારે તું તારા શહેરમાં જઈશ ત્યારે મુનિરાજના વચનથી મારું ચરિત્ર જાણીશ.”
પછી રાજકુમાર તે રત્નોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતો રહ્યો. એક વખતે પડહનો ઉદ્ઘોષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે “કુસુમપુરનો દેવશર્મા નામે રાજા આંખના દરદથી ઘણી જ વેદના ભોગવે છે.” પછી રાજકુમારે તુરત જ ત્યાં જઈ રત્નના પ્રભાવથી આંખની ઈજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પોતાનું રાજય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પોતે દીક્ષા લીધી પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસાડી પોતે દીક્ષા લીધી.
આ રીતે રાજકુમાર બે રાજ્યો ચલાવવા લાગ્યો. એક વખતે ત્રણ જ્ઞાનના ધણી થયેલા દેવશમાં રાજર્ષિએ કુમારનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે -
ક્ષમાપુરીમાં સુવ્રત નામે શેઠ હતો તેણે ગુરુની પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમ લીધા હતા. તેનો એક ચાકર હતો તે પણ દરેક વર્ષાકાળના ચોમાસામાં રાત્રિભોજનનો તથા મધ, મધ, માંસ સેવનનો નિયમ કરતો હતો. પછી તે ચાકર મરણ પામ્યો અને તેનો જીવ તું રાજકુમાર થયો અને સુવ્રતશેઠનો જીવ મોટો ઋદ્ધિવંત દેવતા થયો. તેણે પૂર્વભવની પ્રીતિથી