________________
દેરાસરનું દેવું રાખવાથી લાગતા દોષ અંગે ઋષભદત્તનું દૃષ્ટાંત.
૧૨૭ બાર હજાર દ્રમ્પ સાધારણખાતે જેમ ઉત્પન્ન થતા જાય તેમ આપવા એવો નિયમ લીધો. પછી પૂર્વભવના પાપનો ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણદ્રવ્ય કબૂલ કર્યું હતું એટલું આપ્યું. તે ઉપરાંત બન્ને ભાઈની પાસે થોડા વખતમાં બાર ક્રોડ સોનૈયા જેટલું ધન થયું તેથી તે મોટા શેઠ અને સુશ્રાવક થયા. તેમણે જ્ઞાનદ્રવ્યની તથા સાધરણદ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી અંતે દીક્ષા લઈ તે બન્ને જણા સિદ્ધ થયા.
જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની જેમ શ્રાવકને ન જ કલ્પ. સાધારણદ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તો જ વાપરવું કહ્યું, નહિ તો નહીં. સંઘે પણ સાધારણદ્રવ્ય સાત ક્ષેત્રોને વિષે જ વાપરવું, પણ વાચકાદિને આપવું નહીં. હાલના વ્યવહારથી તો જે દ્રવ્ય ગુરુના ચૂંછનાદિથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક-શ્રાવિકાઓને આપવામાં કાંઇપણ યુક્તિ દેખાતી નથી. અર્થાત્ શ્રાવકશ્રાવિકાને અપાય નહીં. ધર્મશાળાદિના કાર્યમાં તો તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળ પત્રાદિ શ્રાવકે પોતાના કામમાં ન વાપરવા. તેમજ અધિક નકરો આપ્યા વિના પોતાને માટે પણ પુસ્તક ન વાપરવું. સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ યોગ્ય નથી, કારણ કે તે ગુરુદ્રવ્ય છે માટે.
સ્થાપનાચાર્ય અને નોકારવાળી આદિ તો પ્રાયે શ્રાવકોને આપવા માટે જ ગુરુએ વહોરી હોય છે અને તે ગુરુએ આપી હોય તો તે વાપરવાનો વ્યવહાર દેખાય છે. ગુરુની આજ્ઞા વિના સાધુ-સાધ્વીને લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર-સૂત્રાદિનું વહોરવું પણ ન કલ્પે.
આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિ થોડું પણ જો પોતાની આજીવિકાને માટે ઉપયોગમાં લે તો તેનું પરિણામ દ્રવ્યના અંક પ્રમાણ કરતાં ઘણું જ મોટું અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લોકોએ થોડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો ઉપભોગ સર્વ પ્રકારે વર્જવો. માટે જ માળ પહેરાવવી, પહેરામણ, ચૂંછન ઇત્યાદિનું કબૂલ કરેલું દ્રવ્ય તે જ વખતે આપવું. કદાચિત્ તેમ ન થઈ શકે તો જેમ શીધ્ર અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તો વખતે દુર્દેવથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે અને તેમ થાય તો સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે. દેરાસરનું દેવું રાખવાથી લાગતા દોષ અંગે ઋષભદત્તનું દૃષ્ટાંત.
મહાપુર નામે નગરમાં અરિહંતનો ભક્ત એવો ઋષભદત્ત નામે મોટો શ્રેષ્ઠી રહેતો હતો. તે કોઈ પર્વ આવતાં મંદિરે ગયો. પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર ખાતે પહેરામણીનું દ્રવ્ય આપવાનું કબૂલ કર્યું. જુદા જુદા કામમાં વળી (ભૂલી) જવાથી તેનાથી કબૂલ કરેલું દેવદ્રવ્ય શીધ્ર અપાયું નહી. એક સમયે દુર્દેવથી તેના ઘર ઉપર ધાડ પાડી શસ્ત્રધારી ચોરોએ ઘરમાં હતું તેટલું સર્વ દ્રવ્ય લૂંટી લીધું અને “શેઠ આગળ જતાં આપણને રાજદંડ વગેરે કરાવશે.” એવો મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ત્રપ્રહારથી ઋષભદત્ત શ્રેષ્ઠીનો પ્રાણ લીધો. ઋષભદત્તનો જીવ મરણ પામી તે જ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્ર અને કૃપણ એવા એક પખાલીના ઘરે પાડો થયો. ૧ ગુરુની સન્મુખ ઊભા રહી તેમના ઉપરથી ઉતારી ભેટ તરીકે મૂકેલું.