________________
૧૨૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ નાના ભાઈએ દુર્દેવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચંદ્રમા ઉપર એમ આમતેમ દૃષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડ્યું. તેથી પુણ્યસારના સર્વ મનોરથનો ભંગ થયો. પછી એક સરખા દુઃખી થયેલા બન્ને ભાઈ પોતાને ગામ આવ્યા.
એક સમયે તેમણે બન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પોતાનો પૂર્વભવ પૂછ્યો ત્યારે જ્ઞાનીએ કહ્યું “ચંદ્રપુરનગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકોએ ઘણું એકઠું થયેલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સોપ્યું. તે બન્ને શેઠો સોપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પોતાને માટે કોઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું અને પાસે બીજું દ્રવ્ય ન હોવાથી “એ પણ જ્ઞાનનું જ કામ છે' એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી બાર દ્રમ્મુ લખનારને આપ્યા.
જિનદાસ શેઠે તો એક દિવસ વિચાર કર્યો કે, “સાધારણ દ્રવ્ય તો સાતે ક્ષેત્રે વપરાય છે તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે અને હું પણ શ્રાવક છું. માટે હું મારા કામ માટે વાપરું તો શી હરકત છે ?” એમ વિચારી જરૂરનું કામ પડવાથી અને પાસે બીજું નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દ્રમ્મ ઘરકામમાં વાપર્યા. પછી તે બન્ને જણા કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. | વેદાંતીઓએ પણ કહ્યું છે કે પ્રાણ કંઠગત થાય, તો પણ સાધારણ દ્રવ્યનો અભિલાષ ન કરવો. અગ્નિથી બળી ગયેલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણો તે પાછો રૂઝાતો નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરુની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભોગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે.
નરકમાંથી નીકળીને તે બન્ને જણા સર્ષ થયા. ત્યાંથી નીકળી બીજી નરકે નારકી થયા. ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજી નરકમાં ગયા. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય તથા તિર્યંગ્યોનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણું જ અશાતાવેદનીય કર્મ ભોગવી ઘણું ખરું પાપ ક્ષીણ થયું ત્યારે જિનદત્તનો જીવ કર્મસાર અને જિનદાસનો જીવ પુણ્યસાર એવા નામથી તમે ઉત્પન્ન થયા.
બાર દ્રમ્પ દ્રવ્ય વાપર્યું હતું તેથી તમારે બન્ને જણાને બાર હજાર ભવમાં ઘણું દુઃખ ભોગવવું પડ્યું. આ ભવમાં પણ બાર ક્રોડ સોનૈયા જતા રહ્યા. બાર વાર ઘણો ઉદ્યમ કર્યો, તો પણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઈ નહીં અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ ભોગવવું પડ્યું. કર્મસારને તો પૂર્વભવે જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણી જ મંદતા વગેરે માઠું ફળ થયું.”
મુનિરાજનું એવું વચન સાંભળી બન્ને જણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણદ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત્ત તરીકે કર્મસારે બાર હજાર દ્રમ્મ જ્ઞાન ખાતે તથા પુણ્યસારે ૧ વીશ કોડીએ એક કાંકિણી, ચાર કાંકણિયે એક પણ, અને તેવા સોળ પણે એક દ્રમ્મ થાય.