________________
૧૨૫
કર્મસાર અને પુણ્યસારનું દૃષ્ટાંત.
“એ સર્વથા પશુ છે.” એવો નિશ્ચય કરી તેને ભણાવવાનું મૂકી દીધું પછી બન્ને પુત્ર યુવાવસ્થામાં આવ્યા ત્યારે મા-બાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બંને જણને વાજતે ગાજતે પરણાવ્યા. અંદરો-અંદર કલહ ન થવો જોઇએ. એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર ક્રોડ સોનૈયા જેટલો ભાગ વહેંચી આપી બન્ને પુત્રોને જુદા રાખ્યા અને ધનવાહ શેઠ પોતાની પત્ની સાથે સ્વર્ગે ગયો.
હવે કર્મસાર પોતાના સ્વજન-સંબંધીનું વચન ન માનતાં પોતાની કુબુદ્ધિથી એવો વ્યાપાર કરવા લાગ્યો કે જેમાં તેને પૈસે ટકે નુકશાન જ થયું. થોડા દિવસમાં પિતાએ આપેલા બાર ક્રોડ સોનૈયા તે ખોઇ બેઠો. પુણ્યસારના બાર ક્રોડ સોનૈયા તો ચોરોએ ખાતર પાડી લૂંટી લીધા. બન્ને ભાઇ દરિદ્રી થયા. સ્વજન સંબંધી આદિ લોકોએ તેમનું નામ પણ મૂકી દીધું. બન્ને જણાની સ્ત્રીઓ અન્ન-વસ્ત્ર પણ ન મળવાથી પોતાને પિયર ગઇ. કહ્યું છે કે લોકો ધનવંતની સાથે પોતાનું ખોટું પણ સગપણ જગતમાં દેખાડે છે અને કોઇ નિર્ધન સાથે ખરેખર નજીકનું સગપણ હોય તે કહેતા પણ શરમાય છે. ધન જતું રહે છે ત્યારે ગુણવાન પુરુષને પણ તેના પરિવારના લોકો તજી દે છે અને ધનવાન પુરુષોનાં ગીત ગાય છે. “તમે બુદ્ધિહીન તથા ભાગ્યહીન છો.” એમ લોકો ઘણી નિંદા કરવા લાગ્યા. ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઇ દેશાંતર ગયા.
બીજો કાંઇ ઉપાય ન હોવાથી બન્ને જણા કોઇ મોટા શેઠને ઘેર જુદા જુદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કર્મસાર હતો તે શેઠ કપટી અને અતિ કૃપણ હતો, ઠરાવેલો પગાર પણ આપે નહીં. ફલાણે દિવસે આપીશ” એમ વારંવાર ઠગ્યા કરે. આમ હોવાથી કર્મસારે ઘણો વખત થયા છતાં કાંઇ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણ્યસા૨ે તો થોડા ઘણા પૈસા ભેગા કર્યા અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું. છતાં ધૂર્ત લોકો તે સર્વ હરણ કરી ગયા. પછી કર્મસાર જુદા જુદા ઘણા શેઠીયાઓની પાસે ચાકરીએ રહ્યો, તથા કિમિયા-ભૂમિમાંથી દ્રવ્ય કાઢવાની વિદ્યા, સિદ્ધ રસાયન, રોહણાચલમાં જવા માટે મંત્રસાધન, રૂદંતી આદિ ઔષધિની શોધખોળ વગેરે કૃત્યો તેણે મોટા આરંભથી અગીયાર વાર કર્યાં, તો પણ પોતાની કુબુદ્ધિથી તથા વિધિવિધાનમાં વિપરીતપણું હોવાથી તે જરા પણ ધન સંપાદન કરી શક્યો નહીં. ઉલટું ઉપર કહેલાં કામ કરતાં તેને વિવિધ દુ:ખો ભોગવવાં પડ્યાં.
પુણ્યસા૨ે તો અગિયાર વાર ધન મેળવ્યું અને તેટલી જ વાર પ્રમાદાદિથી ખોયું. છેવટ બન્ને જણા બહુ ખેદ પામ્યા અને એક વહાણ ઉપર ચઢી રત્નદ્વીપ ગયા. ત્યાંની ભક્તજનોને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી બન્ને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા ત્યારે આઠમે દિવસે દેવીએ કહ્યું કે “તમે બન્ને ભાગ્યશાળી નથી.' દેવીનું વચન સાંભળી કર્મસાર ઊઠ્યો. એકવીસ ઉપવાસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તો ચિંતામણિ રત્ન આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો ત્યા૨ે પુણ્યસારે કહ્યું “ભાઈ ખેદ કરીશ નહીં. આ ચિંતામણિરત્નથી તારી કાર્યસિદ્ધિ થશે.” પછી બન્ને ભાઈ આનંદ પામી પાછા વળ્યા અને એક વહાણ ઉપર ચઢ્યા. રાત્રે પૂર્ણ ચંદ્રમાનો ઉદય થયો ત્યારે મોટા ભાઈએ કહ્યું, “ભાઈ ! ચિંતામણિરત્ન કાઢ, આપણે જોઈએ કે રત્નનું તેજ વધારે છે કે ચંદ્રમાનું તેજ વધારે છે” પછી વહાણના કાંઠા ઉપર બેઠેલા