________________
૧૨૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પોતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત્ત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, “જેટલું દેવદ્રવ્ય તે પૂર્વભવે વાપર્યું, તે કરતાં વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખાતામાં આપ. અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વગેરે યથાશક્તિ કર. એટલે તારું દુષ્કર્મ ટળશે. તથા પરિપૂર્ણ ભોગ, ઋદ્ધિ અને સુખનો લાભ થશે.” તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરુ પાસે નિયમ લીધો કે, “મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હોય, તે કરતાં હજારગણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મારાથી ન અપાય ત્યાં સુધી અન્ન વસ્ત્ર ચાલે છે તે કરતાં વધારે દ્રવ્યનો સંગ્રહ ન કરવો.” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવકધર્મ પણ તેણે ગુરુની સાખે આદર્યો.
તે દિવસથી માંડી તેણે જે જે વ્યવહાર કર્યો તે સર્વમાં તેને બહુ દ્રવ્યનો લાભ થયો. જેમ જેમ લાભ થયો તેમ તેમ તે માથે રહેલું દેવદ્રવ્ય ઉતારતો ગયો. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દસ લાખ કાંકિણી તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના ઋણમાંથી છૂટ્યા પછી ઘણું દ્રવ્ય ઉપાર્જીને તે પોતાને નગરે આવ્યો. સર્વે મ્હોટા શેઠોમાં શેઠ થવાથી તે નિષ્ફર્થક રાજાને પણ માન્ય થયો. પછી તે પોતે કરાવેલા તથા બીજા પણ સર્વ જિનમંદિરોની સારસંભાળ દરરોજ પોતાની સર્વ શક્તિથી કરે. દરરોજ મોટી પૂજા તથા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્યકૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાર્જીને છેવટે તેણે જિનનામકર્મ બાંધ્યું પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઇ ગીતાર્થ થઈ યથાયોગ્ય ધર્મદેશના આદિ આપી જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરી અને તેથી જિનનામકર્મ નિકાચિત કર્યું. તે ઉપરાંત સર્વાર્થ સિદ્ધ મહાવિમાને દેવતાપણું તથા અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની ઋદ્ધિ ભોગવી મોક્ષે જશે. જ્ઞાન અને સાધારણ દ્રવ્ય અંગે કર્મસાર અને પુણ્યસારનું દષ્ટાંત.
ભોગપુર નગરમાં ચોવીસ કોડ સોનૈયાનો ધણી ધનાવહ નામે શેઠ હતો, તથા ધનવતી નામે તેની સ્ત્રી હતી. તે દંપતિને પુણ્યસાર અને કર્મસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા. એક દિવસ ધનાવહ શ્રેષ્ઠીએ કોઈ નિમિત્તિયાને પૂછ્યું કે,
“મારા બન્ને પુત્રો આગળ જતાં કેવા નીવડશે?” નિમિત્તિયાએ કહ્યું કર્મસાર જડ સ્વભાવનો અને ઘણો જ મંદમતિ હોવાથી આડું અવળું ડહાપણ વાપરીને ઘણા ઉધમ કરશે, પણ પિતાનું સર્વ દ્રવ્ય ખોઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણા કાળ સુધી દુઃખી અને દરિદ્રી રહેશે. પુણ્યસાર પણ પિતાનું તથા પોતે નવું કમાએલું સર્વ દ્રવ્ય વારંવાર જતું રહેવાથી કર્મસાર જેવો જ દુઃખી થશે, છતાં પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ ડાહ્યો થશે. બન્ને પુત્રોને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે.
શેઠે બન્ને પુત્રોને એક પછી એક સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને - મૂક્યા, પુણ્યસાર સર્વ વિદ્યાઓ ભણ્યો. કર્મસાર તો ઘણો પરિશ્રમ કરે પણ વાંચતાં એક અક્ષર આછાર્મ ઉણા ઝુંઝુધી કહો દેવલબુલ ધાયલા કાવરે પણન.આવડે. ત્યારે વિદ્યાગુરુએ પણ