________________
દેવદ્રવ્યના ભક્ષણ-રક્ષણનું દૃષ્ટાંત.
૧૨૩
ત્યાં ધનાવહ શ્રેષ્ઠીની ચાકરી કરવી કબૂલ કરી તે દિવસે વહાણ ઉપર ચઢ્યો. શ્રેષ્ઠીની સાથે ક્ષેમ-કુશળથી પરદ્વીપે ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે મારૂં ભાગ્ય ઉઘડ્યું. કારણ કે હું અંદર બેઠા પછી પણ વહાણ ભાંગ્યું નહીં અથવા મારૂં દુદૈવ આ વખતે પોતાનું કામ ભૂલી ગયું. રખેને પાછા વળતાં તેને તે યાદ આવે !'' નિપુણ્યકના મનમાં આવેલી કલ્પના ખરી કરવાને અર્થે જ કે શું ? તેનાં દુદૈવે લાકડીનો પ્રહાર કરીને જેમ ઘડાના સેંકડો કકડા કરે તેમ પાછા વળતાં તે વહાણના કકડા કર્યા. દૈવયોગથી નિપુણ્યકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્રકાંઠાના એક ગામે આવ્યો અને ત્યાંના ઠાકોરના આશ્રય નીચે રહ્યો.
એક દિવસે ચોરોએ ઠાકોરના ઘર ઉપર ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકોરનો પુત્ર જાણી પકડી બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તેજ દિવસે બીજા કોઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીનો મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનસીબ જાણીને કાઢી મૂક્યો.
કહ્યું છે કે - એક માથે ટાલવાળો પુરુષ માથે તડકો લાગવાથી ઘણો જ તપી ગયો અને શીતળ છાયાની ઇચ્છાથી દૈવયોગે બિલીના ઝાડ નીચે જઈ પહોંચ્યો. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક મોટા બિલીના ફળથી તેનું માથું ‘કડાક’ શબ્દ કરી ભાંગ્યું. મતલબ એ છે કે કમનશીબ પુરુષ જ્યાં જાય ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જુદા જુદા નવસો નવાણું સ્થળોના વિષે ચોર, જળ, અગ્નિ સ્વચક્ર, પરચક્ર મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લોકોએ કાઢી મૂક્યો.
ત્યારે તે મહા દુ:ખી થઈ એક મોટી અટવીમાં આરાધકજનોને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામા યક્ષને મંદિરે આવ્યો. પોતાનું સર્વ દુઃખ યક્ષ આગળ કહી એકચિત્તથી તેની આરાધના કરવા લાગ્યો. એકવીસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલા યક્ષે તેને કહ્યું કે, દરરોજ સંધ્યા સમયે મારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રકને ધારણ કરનારો મોર નૃત્ય કરશે. તેનાં પડી ગયેલાં પિચ્છાં દરરોજ તારે લેવાં.''
યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિચ્છાં સંધ્યા સમયે પડી ગયાં. તે એકઠાં કર્યાં. એમ દરરોજ એકઠાં કરતાં નવસો પિચ્છાં ભેગાં થયાં, એકસો બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુર્દેવની પ્રેરણાથી મનમાં વિચાર્યું કે, “બાકી રહેલાં પિચ્છાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું ? માટે બધાં પિચ્છાં સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક’' એમ વિચારી તે દિવસે મોર નાચવા આવ્યો ત્યારે એક મૂઠીથી તેનાં પિચ્છાં પકડવા ગયો. એટલામાં મોર કાગડાનું રૂપ કરીને ઉડી ગયો અને પૂર્વે એકઠાં કરેલાં નવસો પિચ્યાં પણ
જતાં રહ્યાં ?
સફળ થાય નહીં. જીઓ, ચાતકે છિદ્રથી બહાર જતું રહે છે. માટે
ખરૂં છે કે દેવની મર્યાદા ઉલ્લંઘીને જે કાર્ય કરવા જઈએ ગ્રહણ કરેલું સરોવરનું જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા “ધિક્કાર થાઓ મને ! કેમકે મેં ફોગટ એટલી ઉતાવળ કરી.' એમ દીલગીરી કરતા નિપુણ્યકે આમતેમ ભમતાં એક જ્ઞાની ગુરુને જોયા તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પોતાના પૂર્વકર્મનું સ્વરૂપ પૂછ્યું.