________________
પૂજામાં બહુમાન વિધિની ચતુઃભંગી.
૧૦૧
જિનેશ્વર ભગવંતની પૂજામાં યથાયોગ્ય બહુમાન અને સમ્યક્ વિધિ એ બન્ને હોય તો જ તે પૂજા મહા લાભકારી થાય છે. તે ઉપર ચોભંગી બતાવે છે.
પૂજામાં બહુમાન વિધિની ચતુઃભંગી.
૧ સાચું રૂપું અને સાચી મોહોર છાપ, ૨ સાચું રૂપું અને ખોટી મોહોર છાપ, ૩ સાચી મોહોર છાપ, પણ ખોટું રૂપું, ૪ ખોટી મોહોર છાપ અને રૂપું પણ ખોટું.
૧ દેવપૂજામાં પણ (૧) સાચું બહુમાન અને સાચી વિધિ એ પહેલો ભાંગો સમજવો.
૨
સાચું બહુમાન છે, પણ વિધિ સાચી નથી એ બીજો ભાંગો સમજવો.
૩
૪
સાચી વિધિ છે, પણ સમ્યગ્ બહુમાન નથી, આદર નથી, એ ત્રીજો ભાંગો સમજવો. સાચી વિધિ પણ નથી અને સમ્યગ્ બહુમાન પણ નથી એ ચોથો ભાંગો સમજવો. ઉપર લખેલા ભાંગામાંથી પ્રથમ અને દ્વિતીય યથાનુક્રમે લાભકારી અને ત્રીજો તથા ચોથો ભાંગો બીલકુલ સેવન કરવા લાયક નથી.
એટલા જ માટે બૃહદ્ભાષ્યમાં કહેલ છે કે :- વાંદણાના અધિકારમાં (ભાવપૂજામાં) રૂપા સમાન મનથી બહુમાન સમજવું અને મોહોર છાપ સમાન સર્વ બહારની ક્રિયાઓ સમજવી. બહુમાન અને ક્રિયા એ બંનેનો સંયોગ મળવાથી વંદના સત્ય જાણવી; જેમ રૂપું અને મોહોર સત્ય હોય તે રૂપિયો બરાબર ચાલે તેમ વંદના પણ બહુમાન અને ક્રિયા એ બંને હોવાથી સત્ય સમજવી. બીજા ભાંગા સમાન વંદના પ્રમાદિની ક્રિયા તેમાં બહુમાન અત્યંત હોય પણ ક્રિયા શુદ્ધ નથી તે પણ માનવા યોગ્ય છે. બહુમાન છે, ક્રિયા અખંડ કરે, પણ અંતરંગ પ્રેમ નથી તેથી ત્રીજા ભાંગાની વંદના કશા કામની નથી. કેમકે ભાવ વિનાની કેવળ ક્રિયા શા કામની છે ? એ તો કેવળ લોકોને દેખાડવારૂપ જ ગણાય છે એ નામની જ ક્રિયા છે તેથી આત્માને કાંઈ ફળીભૂત થતી નથી. ચોથો ભાંગો પણ કશા કામનો નથી કેમકે અંતરંગ બહુમાન પણ નથી અને ક્રિયા પણ શુદ્ધ નથી. એ ચોથા ભાંગાને તત્ત્વથી વિચારીએ તો વંદના જ ન ગણાય. દેશ-કાળને આશ્રયિને થોડો અથવા ઘણો વિધિ અને બહુમાન સંયુક્ત એવો ભાવસ્તવ કરવો.
અનુષ્ઠાન.
શ્રી જિનશાસનમાં ૧ પ્રીતિઅનુષ્ઠાન, ૨ ભક્તિઅનુષ્ઠાન, ૩ વચનઅનુષ્ઠાન, ૪ અસંગઅનુષ્ઠાન, એમ ચાર પ્રકારના અનુષ્ઠાન કહેલાં છે.
ભદ્રપ્રકૃતિ સ્વભાવવાળા જીવને જે કંઈ કામ કરતાં પ્રીતિનો સ્વાદ ઉત્પન્ન થાય છે, બાળકાદિને જેમ રત્ન ઉપર પ્રીતિ ઉપજે છે તેમ પ્રીતિઅનુષ્ઠાન સમજવું.
શુદ્ધ વિવેકવંત ભવ્ય જીવને જે ક્રિયા ઉપર અધિક બહુમાન થવાથી ભક્તિ સહિત પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેને પૂર્વાચાર્યો ભક્તિ અનુષ્ઠાન કહે છે.
બંનેમાં (પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં) પરિપાલણા (લેવા-દેવાની ક્રિયા) સરખી છે પણ જેમ સ્ત્રીમાં પ્રીતિરાગ અને માતામાં ભક્તિરાગ એમ બંનેમાં રાગ ભિન્ન-ભિન્ન જાતિનો હોય છે તેમ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ એટલો તફાવત છે.