________________
૧૦૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ભગવંતની પૂજા કરીને જે શ્રાવક સારામાં સાર નિર્મળ પુષ્ય ગ્રહણ કરે છે તે જ શ્રાવક વ્યાપારના કામમાં નિપુણ ગણાય છે. પૂજાના મનોરથથી થતું પુણ્ય.
દેરાસરે પૂજા કરવા જઉં એવું ચિંતવન કરતાં ચોથભક્ત (એક ઉપવાસ)નું ફળ, અને જવાને ઉઠે તો છઠ્ઠનું ફળ, ત્યાંથી ઉઠી પગલું ભરતાં અટ્ટમનું ફળ, માર્ગમાં ચાલતાં શ્રદ્ધાળુને દશમ (ચાર ઉપવાસ)નું ફળ, દેરાસરને દરવાજે આવે ત્યારે પાંચ ઉપવાસનું ફળ, દેરાસરમાં આવે ત્યારે પાક્ષિક (પંદર ઉપવાસ)નું ફળ અને જિનેશ્વર ભગવંતને પોતાની દૃષ્ટિથી દેખતાં (દર્શન કરતાં) એક મહિનાના ઉપવાસનું ફળ પ્રાણી પામે છે.
પદ્મચરિત્રમાં પણ ઉપર પ્રમાણે કહેલું છે અને વિશેષ એટલું જ છે કે જિનેશ્વર ભગવંતના દેરાસરમાં જવાથી છ માસના ઉપવાસનું ફળ, ગભારાના દરવાજા આગળ ઉભા રહેતાં એક વર્ષના ઉપવાસનું ફળ, પ્રદક્ષિણા કરતાં સો વર્ષના ઉપવાસનું ફળ, અને ત્યારપછી ભગવંતની પૂજા કરતાં એક હજાર વર્ષના ઉપવાસનું ફળ અને સ્તવન કહેવાથી અનંત પુણ્ય પુરુષને મળે છે એમ જણાવેલ છે.
પ્રભુને નિર્માલ્ય ઉતારી પ્રમાર્જના કરતાં સો ઉપવાસનું, ચંદનાદિ વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળાનું આરોપણ કરવાથી લાખ ઉપવાસનું ફળ પમાય છે. ગીત-વાજિંત્ર કરતાં અનંત ઉપવાસનું ફળ થાય છે. ત્રિકાળ પૂજના.
જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરવી કહી છે. કહ્યું છે કે :
પ્રાતઃકાળે જિનેશ્વર ભગવંતની વાસક્ષેપથી કરેલી પૂજા રાત્રિમાં કરેલા પાપને હણે છે. મધ્યાહ્નકાળે ચંદનાદિથી કરેલી પૂજા જન્મથી કરેલાં પાપો હણી નાંખે છે, રાત્રિના સમયમાં ધૂપદીપાદિ વડે કરેલી પૂજા સાત જન્મનાં પાપ દૂર કરે છે. જળપાન, આહારશયન, વિદ્યા, મળમૂત્રનો ત્યાગ, ખેતીવાડી, એ સર્વ કાળ પ્રમાણે સેવન કરેલાં હોય તે જ સલ્ફળના આપનાર હોય છે. તેમ જિનેશ્વર ભગવંતની પૂજા પણ કાળે કરી હોય તો જ ફળ આપે છે.
જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરતાં પ્રાણી સમ્યકત્વને શોભાવે છે તેમજ તીર્થકર નામકર્મ શ્રેણિક રાજાની જેમ બાંધે છે. દોષ રહિત એવા જિનેશ્વર ભગવંતની સદા ત્રિકાળ જે પૂજા કરે છે તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધિપદને પામે છે. સર્વ આદરથી પૂજા કરવા કદાપિ દેવેન્દ્ર પ્રવર્તે તો પણ પૂજી ન શકે, કેમકે તીર્થકરના અનંતગુણ છે. એક એક ગુણને જુદા જુદા ગણીને પૂજા કરે તો આયુષ સમાપ્તિ પર્યત પણ પૂજાનો કે ગુણનો અંત આવે નહીં. માટે સર્વ પ્રકારથી પૂજા કરવા કોઈ સમર્થ નથી પણ યથાશક્તિ સર્વજન પૂજા કરે એમ બની શકે છે.
હે પ્રભુ ! તમે અદેશ્ય છો એટલે આંખથી દેખાતા નથી, સર્વ પ્રકારે તમારી પૂજા કરવા ચાહિયે તો બની શકતી નથી, ત્યારે તો અત્યંત બહુમાનથી તમારા વચનનું પરિપાલન કરવું એ જ શ્રેયસ્કર છે.