________________
દ્રવ્ય અને ભાવસ્તવનું ફળ.
જેમકે, વ્યાધિ દૂર કરવાના ઉપાય સ્વીકાર અને પરિહાર એમ બે પ્રકારના છે. એટલે કેટલાક ઔષધાદિના સ્વીકારથી અને કેર્ટલાક કુપથ્થોને દૂર કરવાથી રોગ જાય છે. તેમાં ઔષધ કરતાં પણ કુપથ્યનો ત્યાગ ન કરે તો કાંઈ રોગ જઈ શકતો નથી, તેમ શુભકરણી ચાહે ગમે તેટલી કરે પણ જ્યાં સુધી ત્યજવા યોગ્ય કરણીઓ ત્યાગે નહીં ત્યાં સુધી જેવું જોઈએ તેવું લાભકારક ફળ મળી શકતું નથી.
ઔષધ વગર પણ વ્યાધિ ફકત કુપથ્યનો ત્યાગ કરવાથી જઈ શકે છે પણ કુપથ્યનો ત્યાગ કર્યા વગર સેંકડો ઔષધો કરે તો પણ તે રોગની શાંતિ થતી નથી.
એવી રીતે ભક્તિ ચાહે તેટલી કરે તો પણ નિષેધ કરાયેલાં આચરણને આચરનારને વિશેષ લાભ પ્રાપ્ત થતો નથી. એટલે પથ્ય અને ઔષધ જેમ બન્ને ભેગા થઈને રોગને નાબૂદ કરે છે તેમ સ્વીકાર અને પરિવાર એ બન્ને આજ્ઞાઓનું પાલન થાય તો જ સંપૂર્ણ સિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ કહેલું છે કે :- "
હે વીતરાગ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞા પાળવી મહાન લાભકારી છે. કેમકે તારી આજ્ઞા પાળવી અને વિરાધવી એ અનુક્રમે મોક્ષ અને સંસાર માટે થાય છે.
પ્રભુ ! હંમેશાં તમારી આજ્ઞા હેય અને ઉપાદેયને જણાવનારી હોય છે. આશ્રવ સર્વથા ત્યજવા યોગ્ય છે અને સંવર ગ્રહણ કરવા લાયક છે. દ્રવ્ય અને ભાવસ્તવનું ફળ.
ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવની આરાધના કરનારો વધારેમાં વધારે બારમા દેવલોક જાય અને ભાવસ્તવથી તો પ્રાણી અંતર્મુહૂર્તમાં પણ નિર્વાણપદને પામે છે. દ્રવ્યસ્તવમાં થતો આશ્રવ ગણવા લાયક નથી.
દ્રવ્યસ્તવમાં જો ષકાયના ઉપમદનરૂપ કોઈક વિરાધનાનો સંભવ છે. પણ કૂવાના દૃષ્ટાંતથી તે દ્રવ્યસ્તવ કરવો ઉચિત જ છે. કેમકે તેમાં કરનાર, જોનાર અને સાંભળનારને અગણિત પુણ્ય થાય છે. જેમ કોઈકે નવા વસેલા ગામમાં સ્નાન-પાનને માટે લોકોને કૂવો ખોદતાં તરસ, થાક, અંગ મલિન થવું ઇત્યાદિ થાય પણ કૂવામાંથી પાણી નીકળ્યા પછી તેમને કે બીજા લોકોને તે કૂવો સ્નાન, પાન, અંગશુચિ, તરસ, થાક, અંગની મલીનતા વિગેરે ઉપશમાવી સર્વકાળ સર્વ પ્રકારનાં સુખનો આપનાર થાય છે. તેમ દ્રવ્યસ્તવથી પણ સમજવું. . આવશ્યકનિર્યુક્તિમાં પણ કહે છે કે - “સંપૂર્ણ માર્ગ સેવન નહીં કરી શકનારા વિરતાવિરતદેશવિરતિ શ્રાવક તેઓના કૂવાના દૃષ્ટાંતથી સંસારને પાતળો કરનાર એ દ્રવ્યસ્તવ કરવો યુકત છે.' બીજે ઠેકાણે પણ કહે છે કે આરંભમાં પ્રસક્ત (આરંભને વળગી રહેલા) છ કાયના જીવના વધનો ત્યાગ નહીં કરી શકેલા એવા, સંસારરૂપ અટવીમાં પડેલા ગૃહસ્થોને દ્રવ્યસ્તવ જ આલંબન (આધાર) છે.
વાયુના જેવા ચપળ, મોક્ષપદનો અંતરાય કરનાર, ઘણાં છે સ્વામી જેના એવા સાર વગરના થોડા ધનથી સ્થિર ફલને આપનારી, નિર્વાણને સાધનારી, પોતાને આધીન એવી જિનેશ્વર