________________
ભાષાંતર
મનોહર હંસપક્ષી રૂપ વાહનવાળી, શ્વેત વસ્ત્ર, અલંકાર અને લેપથી (સુગંધી દ્રવ્ય) યુક્ત, પ્રણામ કરેલા (પ્રાણીઓ) રૂપી વૃક્ષોનું (સિંચન કરવામાં) અમૃતની નીંક જેવા, ઉત્તમ શરીરની કાન્તિના સમૂહને ધારણ કરનારી, અમૃતથી ભરેલા એવા કમણ્ડળ વડે મનોહર તેમજ દેવ, દાનવ અને માનવો વડે સેવિત એવી ઉત્તમ ભગવતી સરસ્વતી મારા નેત્ર - કમલને સર્વદા પવિત્ર કરો. (અર્થાત્ મને દર્શન આપો.)
૧...૨
જિનેશ્વરે પ્રસિદ્ધ કરેલા સમસ્તસાહિત્યરૂપે, વળી ગણધરોનાં મુખરૂપ મંડપને વિષે નૃત્ય કરનારી તેમજ ગુરુના વદનકમલને વિષે ક્રીડા કરનારી હંસિકા એવી શ્રુત-દેવતા (સરસ્વતી) વિશ્વમાં વિજયી વર્તે છે...૩
ચન્દ્ર મણ્ડલ સમાન મુખવાળી, ત્રણે જગતના સન્માન પામેલી તેમ જ નવસ્વરૂપી અમૃતના કલ્લોલોથી (મોજાંઓથી) પરિપૂર્ણ નદી સમાન એવી સરસ્વતીને હું હર્ષપૂર્વક પ્રણામ કરું છું.
૪
હે વિસ્તૃત કેતક (કેવડા)નાં પત્ર જેવાં નેત્રવાળી; (શારદા) ! જેણે સંસારરૂપી પાપનો ત્યાગ કરાવ્યો છે એવી હે (વાગીશ્વરી) ! હે શ્વેત પાંખવાળા પક્ષીથી અંકિત (અર્થાત્ કે હંસરૂપ વાહંન વાળી શ્રુત - દેવતા) ! પૂર્ણ કર્યા છે મનોરથોને જેણે એવી હે (ભારતી) ! હે સરસ્વતી તું ! જયવંતી વર્ત.
૫
આપની ક્રુપાના અંશથી ચંચળ બનેલા પંડિતો રાજસભામાં એવું ઉચિત બોલે છે કે જેથી કરીને લક્ષ્મીરૂપી લલનાનાં સ્તનની કલાની ક્રીડાનો વિસ્તાર કરે છે. (અર્થાત્ રાજસભામાં લક્ષ્મી પ્રાપ્ત કરે છે.) ૬
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૬૮