________________
હે શારદા !) નિધન હોવા છતાં પણ તારી કૃપાથી મૂદુ (કોમળ) વચનામૃતની ઊર્મિઓથી, અલંકૃત (થયેલા) તેમજ વિસ્મય પામેલાં મૃગનાં બાળકોનાં જેવાં નેત્રવાળાં (બનેલા) મનુષ્યોના મનને અત્યંત હરી લે છે.
હસ્તરૂપી કલમને વિષે ક્રિીડા કરવામાં ચપળ એવી, તથા શ્રતસાગરના મધ્યમાં વિકસ્વર તેમજ નિર્મલ એવા તરંગોની કલાને ગ્રહણ કરવાના આગ્રહવાળી, શ્રેષ્ઠ એવી તારી, જપમાલા વિશેષ શોભે છે.
હે સરસ્વતી ! તારા ગુણોની શ્રેણીના ગાનને વિષે ચપળ એવા ભવ્ય (જનો) ને હાથી, સિંહ, મરકી, સાપ, દુશ્મન, ચોર, રાજા તથા રોગનો ભય લાગતો) નથી.'
ૐ હીં ક્લીં લૂ ત્યાર પછી શ્રી અને વળી ત્યાર બાદ હ, સ, ક, લ અને હી ત્યારબાદ ઐ અને અંતમાં નમઃ (અર્થાત્ ૐ હીં ક્લીં બૂ શ્રી હ, સ, ક, લ, હી, ઐ નમ:) એવો જાપ જે બ્રહ્મચર્યપૂર્વક ઉત્તમ તપ કરીને હસ્ત સમાન (અર્થાત્ નંદાવર્ત યા શંખાવર્ત) વિધિ વડે સાક્ષાત્ લાખ વાર જપે તેમ જ ચન્દ્રમણ્ડલમાંથી બહાર નીકળી આવતી તથા વિશ્વને વિષે ચન્દ્ર-પ્રભા (ચાંદની) જેવી એવી તેને મનથી દેખે તે મનુષ્ય દશાંશ (દશ હજાર જાપ) પૂર્વક અગ્નિકુંડમાં ઘીનો હોમ કરે તે પ્રખરપણ્ડિત બને.
• ૧૦
હે બાળક ! નમ્ર વદન કમલવાળો થઈને તું લક્ષણ, કાવ્ય, નાટક, કથા અને ચમ્પ જોવામાં શા માટે ફોગટ પ્રયાસ કરે છે. આ મંત્રરાજરૂપ યજ્ઞની ભક્તિપૂર્વક તું પ્રતિદિન સરસ્વતીની આરાધના કરે કે જેથી તું કવિતા કરવામાં સૂર્યના સમાન પ્રતાપી થઈ અસાધારણ પંડિત થાય.
૧૧
જ્ઞાન સાધના અને સરસ્વતી વંદના .