________________
વૈષ કર્યા વિના જે મળે છે તેમાં ચલાવ્યા કરે.
- શિષ્યની સ્મરણશક્તિ અલ્પ હતી. મા રુટ... મા તુષ્ટ, મા ! રુઝ... મા તુષ્ટને બદલે મા તુષ્ટને બદલે માસતુષ રટણ કરવા માંડ્યું. સહપાઠીઓએ મશ્કરીમાં તેનું નામ માસતુષ રાખી દીધું.
આ માસતુષ મુનિ સરળ હતા. ગુરુની આજ્ઞા સહજ રીતે સ્વીકારી લીધી હતી. કોઈ પર રાગદ્વેષ કરતા નહિ, આ મુનિરાજ કોઈના ઘરે ડાયરી (ભિક્ષા) માટે ગયા. તે ઘરે એક બહેન અડદ સાફ કરતી હતી. અડદ પરથી ફોતરા ઉતારતા હતા. અડદ ઉપરના ફોતરા કાળા અને અંદર અડધ સફેદ. મુનિની ચિંતનધારા અંદર તરફ ચાલી. માસ એટલે અડદ અને તુષ એટલે ફોતરા. આ ફોતરાને કારણે જ અડદ કાળો છે અડદ હકીકતમાં કાળો નથી. અડદની જે કાળાશ છે, તે તેના ફોતરાને કારણે, તેવી જ રીતે મારો આત્મા તો ઊજળો દૂધ જેવો છે. આ મારા આત્મા ઉપર જે કર્મનું આવરણ છે. તે જ મારા આતમાને ભવભ્રમણમાં – ચાર ગતિના ફેરામાં રખડાવે છે... અંદરમાં એક ઝબકારો થયો, અજ્ઞાનનાં આવરણો તૂટી ગયાં. ત્યાં જ તેમનો કેવળજ્ઞાનનો સૂર્ય ઝળહળી ઉઠ્યો.
ગુરુજીએ પોતાના તમામ શિષ્યોએ માસતુષ મુનિની પૂર્વે મશ્કરી કરી હતી તે બદલ ક્ષમાયાચના કરી, વંદના કરવા કહ્યું, અને જણાવ્યું આપણા બધા કરતાં મુક્તિમાર્ગની યાત્રામાં એ આગળ નીકળી ગયા છે માટે તેનાં ચરણોમાં પડો, તો કલ્યાણ થશે.
માસતુષ મુનિને ગુરુ મહારાજે નિવણસાધક એક જ પદ આપ્યું હતું પરંતુ સદ્ગુરુમાં શ્રદ્ધા સાથે એ મહામુનિએ બાર વર્ષ સુધી એક જ પદને વિચાર્યું, પરિશીલન કર્યું, આચરણમાં ઉતાર્યું. આ એક વાક્ય મહામુનિનું ઉત્કૃષ્ટ જ્ઞાન બની ગયું. ચિતનું તત્ત્વચિંતનમાં વિલીનીકરણ થવાની આ જ્ઞાનધારા ઉજજવલ કેવળજ્ઞાનમાં પરિણમી. - જ્ઞાન પોતાના આચરણમાં મૂક્યું. સમજણ પોતાના વર્તનમાં સ્વીકારે તે જ ખરો જ્ઞાની. જ્ઞાનના બે ભેદ કહ્યા છે. દ્રવ્યદ્ભુત છે જે [૪૮]
સાનસાધના અને સરસ્વતી વંદના