________________
તીવ્ર અભિલાષા જગાવી દીધી. બંધકઋષિએ પાંચસો શિષ્યોને જ્ઞાન આપ્યું કે જેણે ઘાણીમાં પીલાતા પણ સમતા અમૃતનાં પાન કર્યા. ઘણા ગ્રંથો ભણી લઈ, હકીકતોના વિશાળ ભંડોળ એકઠાં કરી લેવા અનિવાર્ય નથી. નિર્વાણસાધક એકાદ પંક્તિ, એકાદ પદ, એકાગ્ર ગ્રંથ કે એકાદ પ્રકરણનું પણ ઊંડાણથી અધ્યયન કરીએ તો પણ તે અધ્યાત્મ ઉત્થાન માટે પ્રેરક બની જાય છે.
સત્શાસ્ત્રો અને સદ્ગુરુમાં શ્રદ્ધા સાથે તત્ત્વનું પરિશીલન હૃદયમાં ઉલ્લાસિત ભાવો જગાડશે. જેમ જેમ તત્ત્વચિંતનની ચિત્તમાં રમણતા થતી જાય તેમ તેમ કષાયોનો ધમધમાટ શમવા લાગે. અજ્ઞાન ઓળખવાનો પુરુષાર્થ આપણા જ્ઞાનની ક્ષિતિજનો વિસ્તાર કરી દેશે.
ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે કે “એક પણ મોક્ષસાધક પદ વારંવાર વિચારાય તે જ જ્ઞાન શ્રેષ્ઠ છે. ઘણા જ્ઞાન માટે કે ઘણા અભ્યાસ માટે આગ્રહ નથી.”
એક નાનકડી પંક્તિનું જેની પાસે જ્ઞાન હતું, તેવા આત્માઓ તરી ગયા. જૈનકથાનકમાં આવતું પ્રસિદ્ધ માસતુષ મુનિનું ઉદાહરણ આ સંદર્ભની પુષ્ટિ કરે છે.
એક ગુરુના અનેક વિદ્વાન શિષ્યોમાં એક જડમતિ શિષ્ય પણ હતો. કાંઈ જ્ઞાન એ ગ્રહણ ન કરી શકે, બરાબર ભણી ન શકે, બધા તેનાથી નારાજ હતા. તે એક શબ્દ પણ કંઠસ્થ કરી શકે નહિ. તેથી બધા તેની મજાક ઉડાવે. કલ્યાણમિત્ર ગુરુ બધાને કહેતા કે ભાઈ ! આ ઉત્તમપાત્ર છે તેની મશ્કરી ના કરશો. પેલા શિષ્ય ગુરુજીને પ્રાર્થના કરતા કહ્યું કે, ‘ગુરુજી મને વધુ કાંઈ આવડે તેવી શક્યતા નથી’ મને બે શબ્દ આપ કહો તો તે બે શબ્દ ગોખી ગોખીને હું કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરું અને તે વાતનો અમલ પણ કરું.
આ શિષ્યને ગુરુ ભગવંતે એક નાનકડું પણ આપ્યું : ‘મા રુષ્ટ... મા તુષ્ટ' - કોઈ પર રાગ ન કર, કોઈ પર દ્વેષ ન કર. સમતાથી દુનિયા જે રીતે છે તે રીતે જોયા કરે. કોઈપણ ઉપર રાગ જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૪૭