________________
રીતમાં જોવા મળે છે. અજ્ઞાની જીવને સુખશાતા આવે, લાભ વગેરે જેવા શુભ કર્મના ઉદય આવે ત્યારે ખૂબ આનંદ થાય અને તેમાં તે રાગ કરે છે. એથી ઊલટું જો અશાતા આવે, પ્રતિકૂળતા વગેરે અશુભ કર્મના ઉદયમાં તેને બહુ શોક થાય છે. તેમાંથી તે છૂટવા પ્રયત્ન કરે છે, અને તેમાંથી ક્યારેક તે આર્તધ્યાનમાં ઊતરી પડે છે. એટલે અજ્ઞાની જીવ તીવ્રપણે રાગ કે દ્વેષને અનુભવે છે પરંતુ જ્ઞાનીનું વર્તન અજ્ઞાની કરતા જૂદું હોય છે. તેમને સુખ-શાતા કે ઇષ્ટ પ્રાપ્તિના પ્રસંગોમાં કે તેનો વિયોગ થાય ત્યારે અનિષ્ટ ચીજનો યોગ થાય કે તેનાથી છુટકારો મળે. દુઃખ મળે. શુભ – અશુભ કર્મના ઉદય વખતે તે સમભાવે રહે છે. એટલે શુભ કર્મના ઉદયથી તે હર્ષિત થતા નથી કે અશુભ કર્મના ઉદય વખતે વ્યાકુળ બનતા નથી. તેમને રાગ કે દ્વેષ વર્તતા નથી. ગમે તે સંજોગોમાં જ્ઞાની સમભાવે રહે છે. અજ્ઞાનીના કર્મનો ભોગવટો ભવિષ્યના સંસારને વધારનારો બને છે જ્યારે જ્ઞાની માટે તે કર્મનિષ્ઠરાનું કારણ બને છે. . . - જે વસ્તુનું સ્વરૂપ જણાય તે જ્ઞાન અને મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન, ગુરુ કે સપુરુષના આશ્રયથી સત્યનું જ્ઞાન થાય છે. સત્પુરુષના યોગોથી આવેલું સત્ અસત જાણવાનું વિવેકજ્ઞાન એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દાવો છે. આ વિવેકજ્ઞાનથી જ ધર્મ ટકે છે.
મહાત્મા પતંજલિએ કહ્યું છે, માનવમાત્રમાં આત્મસ્વભાવની પ્રાપ્તિની ઝંખના જાગે તે જ જ્ઞાન શ્રેષ્ઠ છે. એ સિવાયનો જ્ઞાનનો અભ્યાસ બુદ્ધિનું અંધપણું છે. આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ પ્રબળ બને તેવું જ્ઞાન જ કલ્યાણકારી છે.
એક બાજુ ગ્રંથોનું અધ્યયન કરવાનું વધે અને બીજી બાજુ ભૌતિક આસક્તિ વધતી જાય. રસ, ઋદ્ધિ અને શાતાની લોલુપતા વધતી જાય. તે અભ્યાસનો અર્થ નથી.
જ્ઞાન તો એવું ઝંખીએ કે જે જ્ઞાન ભગવાન સુધર્માસ્વામીજીએ જંબૂકુમારને આપ્યું. એ જ્ઞાને જંબૂકુમારમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિની ૪િ૬ ] .
સાનસાધના અને સરસ્વતી વંદના