________________
૭. હેમચંદ્રાચાર્યની સરસ્વતીસાધના
હેમચંદ્રાચાર્યના પિતા ચાર્ટિંગ ધર્મનિષ્ઠ હતા અને માતા પાહિણીદેવી શીલગુણસંપન્ન લક્ષ્મીસ્વરૂપતા હતાં. તેમના માતાને ગર્ભાધાન સમયે એક સ્વપ્ન આવેલું. તેમાં તેઓ તે વખતે ધંધુકામાં બિરાજમાન આચાર્યશ્રી દેવચંદ્રસૂરિને પોતે ચિંતામણિરત્ન અર્પણ કરે છે તેમ જોવામાં આવ્યું હતું. પ્રબંધકોશમાં તેઓ ગુરુદેવચંદ્રસૂરિનાં ચરણમાં આમ્રફળ અર્પણ કરે છે તેવાં સ્વપ્નનો ઉલ્લેખ છે. પાહિણીદેવીએ પોતાના સ્વપ્નની વાત ગુરુદેવને કરી. તેમણે તેનો ફળાદેશ બતાવતાં કહ્યું કે “પાહિણીદેવી તમારા કુખથી પુત્રરત્નનો જન્મ થશે તે જૈન શાસનરૂપ સમુદ્રમાં કૌસ્તુભમણિની જેમ પ્રભાવક થશે.” ગુરુદેવના વચન સાંભળી દેવી પ્રસન્ન થયાં અને ધર્મઆરાધનામાં વૃદ્ધિ કરતાં ગયાં.
વિ. સં. ૧૧૪૫ના કારતક સુદ પૂર્ણિમાની મધ્યરાત્રીએ ગુરુવાણી મુજબ પાહિણીદેવીએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બારમા દિવસે બાળકનું નામ ચંગદેવ રાખવામાં આવે છે. ગંગદેવ પાંચ વર્ષનો હતો ત્યારે તેને લઈ પાહિણીદેવ ગુરુદેવનાં દર્શને ગયાં હતાં, ત્યાં ચંગદેવ બાળસુલભ ચપળતાથી ગુરુના આસન પર બેસી ગયો. ગુરુદેવે આ જોતાં પાહિણીદેવીને તેના સ્વપ્નની યાદ દેવડાવી અને બાળકનું મુખારવિંદ જોઈ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ભવિષ્ય ભાખતાં કહ્યું કે તમારા સ્વપ્નને અનુરૂપ તમારો આ કુળદીસપક જૈનધર્મેનો વિશેષ પ્રભાવક થશે માટે આ બાળક શ્રમણસંઘને અર્પણ કરો. માતા પાહિણદેવીને પ્રથમ તો શાનસાધના અને સરસ્વતી વંદના
૩૫