________________
૬. સરસ્વતી પ્રસાદ
વિશ્વવંધા ! સધવરદા ! ભક્ત વત્સલા !, - હે મા ભગવતી સરસ્વતી ! કેટલો બધો મીઠો મધુરો શબ્દ છે “મા”
તારો “મા” શબ્દ ઉચ્ચારતાં જ મોં ભરાઈ જાય છે, હૈયું તૃપ્ત થાય છે,
ઇચ્છાઓ પરિતોષ પામે છે, ઘણું બધું માંગવાનું મન હતું પણ “મા” . તારી અસ્મિતા જ અતિ ભવ્ય છે કે, ઇચ્છાઓ - કામનાઓનું અસ્તિત્વ જ
વિલીન થઈ જાય છે, છતાંય તું આપ્યા વિના રહી જ ન શકે તો.... • અમારા મોહકપાટને સદ્યભેદી, અજ્ઞાનતમ-કુમતિનો સર્વથા વિનાશ
કરજે. મનના વિકલ્પ - વિમોહ- વિકૃતિઓને દૂર કરજે. દિલની દુર્મતિ - દારિદ્ર - દીનતા દૂર કરજે. પાપ - તાપ - સંતાપ શમાવી શાંતિ - સમતા - સમાધિ આપજે. વિદ્યા – જ્ઞાન - બુદ્ધિ - પ્રજ્ઞાના પ્રકર્ષને આપજે. અખિલવિશ્વના સૌભાગ્ય કાજે નિઃસીમકરુણા - મૈત્રી – પ્રેમની પાવનગંગા, સમસ્તોકમાં અસ્મલિત વહાવજે અને તે • અનંત શક્તિ - સમૃદ્ધિ - સિદ્ધિનાં દ્વાર ઉઘાડી જાજવલ્યમાન
આત્મજ્યોતિરૂપ કેવલજ્ઞાનની સાવંત પ્રણેતા બનજે હો.
[૩૪][
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના