________________
માત્ર બુદ્ધિની માગણી નહિ, પરંતુ સમાર્ગ અને સબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરવાની છે. આ જ્ઞાનપંચમીની આરાધનાની ક્ષણે માતા સરસ્વતી આપણી માતા છે તેવો આપણામાં બાલ્યભાવ પ્રગટવો જોઈએ. બાલ્યભાવ - એટલે અહંકાર મુક્ત નિર્દોષતા અને સરળતા, માટે બાળક જેવા બનીશું તો માતાની કૃપા વરસશે અને માતાનું રક્ષાકવચ મળશે.
આપણાં સૌ પર મા સરસ્વતીની કૃપા વરસો એ જ મંગલ ભાવના.
- પૂજય જિનચંદ્રવિજયજી “બંઘુત્રિપુટી”ના પ્રવચનમાંથી સાભાર)
દિવાનસાધના અને સરસ્વતી વંદના