________________
કચવાટ થયો, પરંતુ શાસનની સર્વાગી ઉન્નતિ માટે પોતાના પ્યારા પુત્રને દેવચંદ્રસૂરિનાં ચરણમાં અર્પણ કરી પોતે ધન્યતા અનુભવી. દેવચંદ્રસૂરિ બાળકને લઈ ધંધુકાથી ખંભાત તીર્થ ગયાં અને ત્યાં વિ. સં. ૧૧૫૦ના માદ્ય સુદ ૧૪ને શનિવારના રોજ તેમને મુનિદીક્ષા આપી. બાલમુનિનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. | મુનિ સોમચંદ્ર વિદ્યાભ્યાસમાં આગળ વધે છે અને ગ્રંથોના પરિશીલનમાં નિમગ્ન રહે છે. તેમની દીક્ષાના શરૂઆતના સમયમાં તેમણે વર્તમાન પાટણથી ૭ કિ.મી. ઉના માર્ગે અત્યારના આધાર ગામે (જૂનું નામ અગ્રહાર હતું) નદીકિનારે માતા સરસ્વતીની મૂર્તિ છે ત્યાં લાંબો સમય ઉપાસના કરી હતી. હાલ આ મૂર્તિ નદીકિનારેથી આધાર ગામમાં લાવવામાં આવી છે અને વ્યવસ્થિત મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ ગામમાં તે “કુંવારિકા માતા” તરીકે પૂજાય છે. હજુ પણ દર વરસે ફાગણ સુદ ૧૪ના રોજ ઢોલ, ત્રાંસાં વાજિંત્રો સાથે મૂર્તિને નદી કિનારે તેના મૂળસ્થાને લઈ જવાય છે, જ્યાં બે દિવસ મેળો ભરાય છે અને આજુબાજુના પ્રદેશોમાંથી લોકો દર્શનાર્થે આવે છે. બે દિવસ બાદ ફાગણ વદ-૧ના રોજ વાજતેગાજતે વાજિંત્રો સાથે ગામના મંદિરે મૂર્તિને પાછી લાવવામાં આવે છે. વર્તમાન આધાર ગામના પૂજારી કહે છે કે અહીં કોઈ મોટા જૈનમુનિએ સરસ્વતીની સાધના કરી હતી તે જ અભિપ્રાય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડૉ. જગદીશ દવેનો છે..
થોડા સમયમાં મુનિ સોમચંદ્રની દિગ્ગજ વિદ્વાનોમાં ગણતરી થવા લાગી. તેમણે તર્કશાસ્ત્ર, ન્યાય, કવિતા, છંદ, સાહિત્યશાસ્ત્રની અનેકવિધ શાખાઓનું ગંભીર અધ્યયન કર્યું. મુનિ સોમચંદ્રએ કાશ્મીર પ્રવરપુર નિવાસીની વિધાષ્ઠાત્રી માતા સરસ્વતીદેવીની આરાધના કરવા જવાનો પોતાનો વિચાર ગુરુદેવ દેવચંદ્રસૂરિ સમક્ષ વ્યક્ત કર્યો. ગુરુદેવનો આદેશ મળતા મુનિવર્યે કાશ્મીર તરફ પ્રયાણ શરૂ કર્યું. પ્રવાસ કરતાં કરતાં મુનિ રાજસ્થાનમાં શિરોહી જિલ્લાના પિંડવાળ ગામથી ૩ કિ.મી દૂર અઝારી ગામે આવ્યા ત્યાં બાવન જિનાલય છે, ત્યાંથી પોણો
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના]
૩૯ ]