________________
વૃત્તિઓને શાંત કરી ઉપશમ ભાવમાં આવવાનું છે અને વિશ્વના તમામ જીવો પ્રત્યે સમાનતાની ભાવના. મારા જેવા વિશ્વના બધા જ આત્મા છે. બધાં જ જીવો સમાન છે. અહીં બીજાના દોષો જોયા કરવા કરતાં બીજાના ગુણો જોવાની દૃષ્ટિ કેળવવાની છે. જ્ઞાનનું પરિણામ સમ કહ્યું છે. જેના જીવનમાં સાચું જ્ઞાન પ્રગટે, જ્ઞાન પચે તો બે પરિણામ આવે સોપકર્ષ અને પરોપકર્ષ અને જ્ઞાનનું અજીર્ણ અપચો થાય તો પોતાને વિકૃતિ આવે છે, અહંકાર વધે અને બીજા જીવો પ્રત્યે તિરસ્કૃતિ આવે પરંતુ જ્ઞાન પચે તો પોતાનામાં ઉપશમભાવ એટલે શાંત થતો જાય બીજા જીવો પ્રત્યે સમત્વની ભાવના કેળવાય, તિરસ્કારની જગ્યાએ પ્રેમ આવે અને અહંકારની જગ્યાએ સમત્વ ભાવ આવે.
એક બાજુ જ્ઞાન મેળવતો જાય અને બીજી બાજુ વધુ અહંકારી બનતો જાય. હું જ્ઞાની છું, વિદ્વાન છું, વક્તા છું, વધુ સમજણવાળો છું એવો અહંકાર આવે અને અહંકાર અન્ય જીવો પ્રત્યેના તિરસ્કારમાં જ પરિણમે.
જ્ઞાન પચે તો અંદરમાંથી ઠરી જાય અને એમ ચિંતન કરે કે જ્ઞાન તો સાગર જેટલું છે મેં મેળવ્યું છે તે તો બિંદુ માત્ર છે. પોતાની વધુને વધુ અજ્ઞાનતાનું ભાન કરાવી આપે તે જ્ઞાન સાચું જ્ઞાન, જે પોતાની અજ્ઞાનતા પ્રત્યે સતત સભાન જાગ્રત હોય તે સાચો જ્ઞાની પૂર્ણતા તરફ જાય અધૂરા ઘડા જ હંમેશાં છલકાયા કરે. જ્ઞાનનું પરિણામ જ આ છે શાંત થઈ જવું. તેના અહંકાર વિષય કષાય શાંત થઈ જાય. ઉપશમ આવી જાય છે તેનું પહેલું પરિણામ અને બીજું પરિણામ સમાનતા,
સમતા અને સમાનતા બે જ્ઞાનનાં પરિણામ છે. અહંકાર અને તિરસ્કાર એ બે જ્ઞાનના અજીર્ણો છે.
જ્ઞાનપંચમીની આરાધના કરીને જ્ઞાનની વિકૃતિ ટાળવાની છે. અજીર્ણોથી મુક્ત થવાનું છે.
(૩૦ ][
૩૦
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના).