________________
સકલ જગત તે એંઠવત અથવા સ્વપ્ન સમાન,
તે કહીએ જ્ઞાનની દશા બાકી વાચા જ્ઞાન. સાચા જ્ઞાનીની જગતના તમામ ભૌતિક પદાર્થો અને તુચ્છ ભોગસુખો પ્રત્યેની જ દૃષ્ટિ બદલાઈ જાય. જ્ઞાનનો પ્રકાશ જ્યારે અંતરમાં ખીલી ઊઠે ત્યોર જગતના ભૌતિક પદાર્થો એને તુચ્છ લાગે. અંતરમાં અભુત દિવ્યતા તેને પ્રાપ્ત કરી છે. ચૈતન્યનો સ્પર્શ કરી અનુભૂતિ મેળવી છે તેની સરખામણીમાં આ ભૌતિક પદાર્થો જગતના એંઠવાડ જેવા લાગે. તે જગતને સ્વપ્ન સમાન દેખે છે. બ્રહ્મસત્ય જગત મિથ્યાની દૃષ્ટિ હોય. બ્રહ્મ એટલે મારો આત્મા અને તેજ સત્ય બાકી સમગ્ર જગત મિથ્યા છે. આને કારણે રાગ અને દ્વેષની પરિણતીઓ સહજ રીતે શાંત થઈ જાય. સમત્વની પ્રાપ્તિ કરાવે તે જ સાચું જ્ઞાન.
પૂ. યશોવિજયજી મહારાજે જ્ઞાનનો પરિપાક આ રીતે બતાડ્યો
- વિકલ્પ વિષયોત્તિરણ સ્વભાવ લંબન સદા
જ્ઞાનસ્ય પરિપાકોય સસમસ્ત પકિર્તીત : વિકલ્પના વિષયોથી ઉત્તીર્ણ બનીને સ્વભાવનું આલંબન, સ્વ એટલે આત્મા પોતે એટલે એનો જે ભાવ એટલે આત્માના ગુણો એની જે સહજ અવસ્થા એનો જે ક્ષાયિક ભાવ. આપણે કર્મના ઉદયથી હુંપણાના ભાવમાં જીવી રહ્યાં આપણી જાળમાં અટવાતા જઈએ છીએ.
સહજઅવસ્થા પમાડવા માટે દેહથી છૂટીને સ્વ પર કલ્યાણનું લક્ષ આપણે હજુ બાંધ્યું નથી. માટે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ તે પ્રવૃત્તિઓ કેટલીકવાર આપણા માટે બંધન બની જતી હોય છે. આપણને થકવનારી બની જતી હોય છે. - જ્ઞાનનો પરિપાક તો સ્વભાવનું આલંબન છે. સમત્વ સિદ્ધ કરવાનું છે. પોતાના આત્મામાં સમત્વ કેળવવાનું છે અને જીવાત્માઓ પ્રત્યે પણ સમત્વ કેળવવાનું છે. પોતાના આત્મામાં વિષય અને કષાયની
મનસાધના અને સરસ્વતી વંદના
OL ૨૯