________________
બીજાઓના દોષોના મડદા જોવાના નથી અન્યથા ગુણોના મોતી ચરવા છે.
જ્ઞાનપંચમીના ઉપવાસની સાથે – નિંદાનો ઉપવાસ – અવર્ણવાદનો ઉપવાસ કરવાનો છે. અનાદિકાળથી કુસંસ્કારનું વિસર્જન કરવાનું છે.
નિંદા કરવાથી આપણી સરસ્વતી લાજે
હવે બીજાની ખામી નહિ પણ ખૂબી જોવી છે. બીજાના દોષો જોવા તે અજ્ઞાન. બીજામાં રહેલા પરમતત્ત્વનું દર્શન કરવા તે જ્ઞાનનું કામ છે. જ્ઞાનપંચમીની આરાધના વખતે આપણે વરદત અને ગુણમંજરીને યાદ કરીએ છીએ. પૂર્વ ભવમાં તેમણે જ્ઞાનની અશાતના કરી જ્ઞાનદાતાની અશાતના કરી. જ્ઞાનનાં પુસ્તકોને બાળી નાખવાની કુચેષ્ટા કરી ને પછીના જન્મે તેને તેનું પરિણામ ભોગવવું પડ્યું. . • ગુણમંજરી મૂંગી થઈ, વાકશક્તિ હરાઈ ગઈ સરસ્વતી તેનાથી
રૂઠી. કારણ કે મળેલી શક્તિનો દૂર ઉપયોગ કર્યો. અધ્યાપકોનું અપમાન કર્યું હતું. જ્ઞાનનાં સાધનોનો અનાદર કરી પાપબાંધ્યું, દષ્ટાંતમાંથી તત્ત્વજ્ઞાનના બિંદુને પકડી લેવાનું છે.
જ્ઞાન પ્રાપ્ત કરતાં જઈએ, જ્ઞાનપંચમીની આરાધના કરતાં જઈએ અને જગત પ્રત્યે જોવાની આપણી દૃષ્ટિ ન બદલાઈ જાય તો, અનાદિ કાળથી પડેલા આત્માના સંસ્કારમાં પરિવર્તન ન આવે તો વૃત્તિઓનું શુદ્ધિકરણ ન કરી શકીએ તો સમજવાનું કે સાચો જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો નથી, જે કાંઈ હશે કદાચ તે બૌદ્ધિક વૃદ્ધિ હશે, બૌદ્ધિક વૈભવ હશે. સાચું જ્ઞાન જ એ છે જે જગતથી આપણને પરામુખ બનાવે અને આત્માથી સન્મુખ બનાવે. બહિર્મુખ ચેતનાને અંતર્મુખ બનાવે તે જ સાચું જ્ઞાન. બહિરાત્મામાંથી અંતરઆત્મા બનાવીને પરમાત્મા તરફ આપણને સન્મુખ કરી દે તેનું નામ જ્ઞાન છે. શ્રીમદ્રાજચંદ્ર જ્ઞાનીની વ્યાખ્યા આપી છે.
૨
- જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના