________________
જ્ઞાન એટલે માત્ર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષપોપશમ એ સમ્યકજ્ઞાન છે. માત્ર જ્ઞાન બુદ્ધિનો વૈભવ વધારશે સમ્યક જ્ઞાન શુદ્ધિપૂર્વક બુદ્ધિનો વિસ્તર કરશે.
જ્ઞાનપંચમીની આરાધનાને સૌભાગ્યપંચમીની આરાધના કરી છે. સૌભાગ્ય ક્યારે પામે ? મોહનો અંધકાર દૂર થાય ત્યારે, અજ્ઞાનના અંધકાર કરતાં મોહનો અંધકાર વધુ ખતરનાક છે. મોહનો અંધાપો દેવતાઓને પણ આંધળા બનાવી દે ભણેલાઓને પણ રવાડે ચડાવી દે, સમજદારોને સંઘર્ષને માર્ગે લઈ જાય, પોતાના કોઈ મતનો મોહ, પોતાના કોઈક સ્વાર્થનો મોહ, પૌદગલિક પદાર્થોને પામવાનો મોહ આ મોહ જ્યારે પ્રબળ બને ત્યારે જ્ઞાનીઓને પોતાનું બધું જ્ઞાન ભૂલાઈ જાય ને મોહનો અંષાપો સમત્વ કે દષ્ટાભાવનું વમન કરાવી વ્યાકુળ બનાવી દે. - જ્ઞાની પુરુષોએ આ વાતને સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી અદ્ભુત રીતે વિચારી છે. આપણા અંતરમાંથી મોહનો અંધાપો દૂર થાય તો જ આપણને સાચું જ્ઞાન મળશે.
સમ્યકજ્ઞાનની આરાધના કઈ રીતે ક્રશું? સમ્યકજ્ઞાન પદની આરાધનામાં આવા સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરી ચૂકેલા જ્ઞાની પુરુષોની, અને એ સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ જેના દ્વારા થાય તેવા બધાં સાધનો અને આલંબનોની ભક્તિ કરવાની છે, એ બધા પ્રત્યે હૃદયનો બહુમાન ભાવ કેળવવાનો છે. તેમાંના કોઈપણ તત્ત્વની અશાતા ન થાય કે અવગણના ન થાય તેની તકેદારી રાખવાની છે. માત્ર “ૐ રીમ નમો નાણસ્ય”ની માળા ગણી લેવાથી કામ ન થાય. માળાઓ ગણાયા કરે ને જ્ઞાની પુરુષોની અશાતના થાય તો જ્ઞાન પ્રાપ્ત થશે નહીં.
ગીધ અને હંસ બંને ઊંચે ઊડે પણ બન્નેની દૃષ્ટિ અલગ છે. આપણે હંસ દષ્ટિ કેળવવાની છે. જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
[ ૨૭]