________________
જ્ઞાનપંચમીની આરાધના કરીને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરીને સદ્બુદ્ધિનો પ્રકાશ મેળવીને સમતા અને સમાનતા એ બે ભાવ વિસ્તારમાં ચાલવાનું છે. જ્ઞાનપંચમીની આરાધના આપણને આ એક જ પ્રેરણા આપે છે. જીવનમાં સમતા લાવો અને બીજા જીવો પ્રત્યે સમાનતાની આત્મોપમ્યની ભાવના લાવો, જ્ઞાનીઓ તેને જ્ઞાનનો પરિપાક કે મૈત્રીરૂપે ઓળખાવે છે.
એક ઉક્તિ છે કે સો શાણાનો એક મત. જ્ઞાની કરોડ ભેગા થશે તો તેની એક જ વાત હશે, અજ્ઞાની એક જ હોય તો તેની કરોડ વાત હોય અર્થ એ કે કરોડ જ્ઞાની ભેગા થાય તો તેનું એક જ સત્યવચન હોય અને એક અજ્ઞાની કરોડો જૂઠાણાં ચલાવી શકે.
જ્ઞાનીઓ માટે : સહુ સમાન એકમત
અભિવ્યક્તિ કદાચ ભિન્ન ભિન્ન હોઈ શકે પરંતુ અનુભૂતિ એક જ રહેશે. - જ્ઞાનીની એક જ વાત – પૂજય યશોવિજયજીએ જ્ઞાનના પરિપાક રૂપે સમત્વની વાત કરી પૂવિજયવિજયજીએ મૈત્રીની આત્મોપમ્યની વાત કરી. રામાયણના રચયિતા સંત તુલસીદાસજી પાસે ક્યારેક કોઈક જિજ્ઞાસુ પહોંચી ગયો હશે. એ કરોડ જાતના લોક ને કરોડ જાતના મતો ફેલાવતા લોકો વચ્ચે અટવાઈ ગયો હશે એટલે સંત તુલસીદાસજીની પાસે જઈને પૂછ્યું હશેકે સ્વામીજી કાંઈ ખબર નથી પડતી બધાં જુદી જુદી વાતો કરે છે કેટલા મતો, ધર્મને નામે કેટલા બધા પંથો ચાલે છે. આમાં કરવું શું ? સાચું શું ? અમારામાં સાચું જ્ઞાન આવ્યું ક્યારે કહેવાય? અમે સાચો ધર્મ ક્યારે કર્યો કહેવાય ? અમારી બધી આરાધના સફળ થઈ ક્યારે કહેવાય, ત્યારે તુલસીદાસજીએ બધા જ્ઞાનનો નિચોડ આપતો એક દુહો કહ્યો :
સોઈ જ્ઞાની સોઈ ગુણી જન સોઈ દાતા ધ્યાની, તુલસી જો કે ચિત્ત વઇએ રાગદ્વેષકી હાનિ.
બ્રિાનસાધના અને સરસ્વતી વંદના
૩૧