________________
૫. જ્ઞાનપંચમીની આરાધના
અજ્ઞાન તિમિરને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર જ્ઞાની ગુરુવરને વંદના !!!
૧૭મી શતાબ્દીમાં થઈ ગયેલા પરમજ્ઞાની યોગીપુરુષ મહોપાધ્યાય યશોવિજયજીએ જ્ઞાની અને અજ્ઞાનીની સરખામણી કરી છે. અજ્ઞાની ને વિષ્ટા ખાતા ભૂંડની સાથે સરખાવ્યો છે અને જ્ઞાનીને માનસરોવરના મોતીનો ચારો ચરતા હંસની સાથે સરખાવ્યો છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આજ ફરક છે. જ્ઞાની જ્યાં પણ હશે તરત જ તે મોતી શોધી તેનો ચારો ચરી લેશે. અજ્ઞાની માણસ કોઈક ને કોઈક અશુભ તત્ત્વોમાં જ મોઢું નાખતો રહેશે.
મધ્યતજ્ઞ કીલા જ્ઞાને વિષ્ટાચા મિવતુ પરં
જેમ ભૂંડ ગંદકીમાં જ આળોટે, કાદવકીચડમાં પડ્યો હોય જ્યારે ને ત્યારે વિષ્ટા જ આરોગે. અજ્ઞાની માણસો આ ભૂંડ જેવા જ છે. જ્યારે જુઓ ત્યારે કોઈક દુર્ભાવનાઓના ચૂંથણાઓ જ ચૂંથતા હોય. કુસંસ્કારોની ગંદકીમાં જ એ આળોટતાં હોય ત્યાં જ એ ચક્કર માર્યા કરતાં હોય.
૨૨
જ્ઞાની : જ્ઞાની નિમ્મશ્રતે જ્ઞાને મરાલવ્ય માતે
જેમ માનસરોવરની ઉપર હંસલાઓ આવે છે, ઊતરે છે, મોતીનો
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના