________________
ચારો ચરે છે, એમ જ્ઞાનીપુરુષો જ્યાં જ્યાં જતાં હશે ત્યાં ત્યાં શુભ તત્ત્વનો જ આસ્વાદ લેતા હશે.
માત્ર જ્ઞાન એટલે થોડાં ઘણાં શાસ્ત્રો ભણી લીધાં, થોડું ઘણું અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું, કહેવાતી થોડી ઘણી શિક્ષણની ડિગ્રીઓ મેળવી લીધી, એટલા માત્રથી જ્ઞાની બની જવાતું નથી. જ્ઞાની પાસે બુદ્ધિનો વૈભવ કેટલો છે એના કરતાં પણ જ્ઞાનીની પાસે શુદ્ધિનો વૈભવ કેટલો છે એ બહુ મહત્ત્વની વાત છે. માત્ર બુદ્ધિ તો ઘણાં બધામાં હોઈ શકે, શાસ્ત્રજ્ઞાન તો પંડિતોમાં પણ હોઈ શકે, પરંતુ પંડિત અને જ્ઞાનીમાં પણ ફરક છે. પંડિતની પાસે માત્ર વિપુલ માહિતી છે. જ્ઞાનીની પાસે અંતરનો પ્રકાશ છે. જ્ઞાનપંચમીનું પર્વ વાર્ષિકપર્વ છે. જેમ મૌન એકાદશીનું પર્વ બહિર્મુખ ચેતનાને અતર્મુખ બનાવવાનું પર્વ છે. તેમ જ્ઞાનપંચમીનું અંતરના અજ્ઞાનને ભેદી નાખીને જ્ઞાનનો દિવ્યપ્રકાશ પ્રાપ્ત કરવા માટેનું આ પર્વ છે.
જ્ઞાનપંચમીની આરાધના આપણા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષપોપશમ કરવા માટે કરવાની છે. જ્ઞાનપંચમીની આરાધના અનાદિ કાળથી અજ્ઞાનમાં અથડાતાં અથડાતાં અને ફુટાતાં આપણા આત્માને શાનના માર્ગે લઈ જવા માટે ક૨વાની છે. જ્ઞાન પંચમીની આરાધના, આપણી વિપરીત દૃષ્ટિને પરિવર્તિત કરી નાખીને સમ્યક્દષ્ટિજ્ઞાનનો દૃષ્ટિ ઉઘાડ કરવા માટે કરવાની છે.
સમ્યક્ત્તાનની આરાધના કરવાની એટલે અંતરની સૂઝ કેળવવાની છે. જ્ઞાની પુરુષો અને શાસ્ત્રો તો માત્ર આંગળી ચીંધતા હોય છે. દિશા બતાવતા હોય છે. પછી એ દિશામાં ખેડાણ તો આપણે જ કરવું પડે. ભગવાન મહાવીરે પ્રકૃષ્ઠ બુદ્ધિવાન એવા પોતાના ૧૧ શિષ્યો (ગણધરો)ને માત્ર એક બિંદુ જ આપ્યું.
માનસાધના અને સરસ્વતી વંદના
ઉત્પન્ને ઇવા
વિગમે ઇવા
વે ઇવા
૨૩