________________
જેવું છે તેની સાચી સમજણ આપે છે.
મતિ અને શ્રુતજ્ઞાન અને પરોક્ષજ્ઞાન છે જે સત્પુરુષો પાસેથી સાંભળીને કે સત્શાસ્ત્રો વાંચીને પ્રાપ્ત થાય છે. જાતિસ્મરણ જ્ઞાન મતિની નિર્મળતાને કારણે થાય છે. આ જ્ઞાનને કારણે પૂર્વભવો જ્ઞાનમાં જણાય, આ જ્ઞાન પ્રાથમિક દશામાં પરોક્ષ છે અને ઉત્કૃષ્ટ દશામાં પ્રત્યક્ષ છે.
અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનનો આત્મા સાથે સીધો સંબંધ છે. ઇન્દ્રિયો અને મનની સહાય વિનાનું આ જ્ઞાન અતીન્દ્રિય છે. અવધિજ્ઞાનમાં અમુક વિસ્તારની સીમા (અમુક કિલોમીટરની લિમીટ)માં જોઈ શકાય છે. આ જ્ઞાનને કારણે પુનાના બાપુ સાહેબ મુતકર અતીન્દ્રિય યોગી તરીકે જાણીતા બન્યા. અવધિજ્ઞાનની પર્યાપ્તિને કારણે પિટર હર્બસની અમેરિકાની ગુપ્તચર સંસ્થાએ સેવા લીધી હતી. સામા માણસના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે તે મનઃપર્યવજ્ઞાની જાણી શકે છે.
સંતસમાગમ કે સત્શાસ્ત્રના વાંચવાથી મેળવેલા જ્ઞાન ૫૨ ચિંતન કરવામાં આવે તો એ ચિંતાજ્ઞાનનું ભાવજ્ઞાનમાં રૂપાંતર થાય છે. વિચારમંથન પછીની અનુભુતિ એ જ્ઞાનની પરાકાષ્ઠા છે. આ અનુભવ જ્ઞાનને દાર્શનિક અપેક્ષાએ સાક્ષાત્કાર પણ કહી શકાય.
જ્ઞાનનું અજીર્ણ થાય તો પોતાની જાત માટે અને અન્ય માટે તિરસ્કાર ભાવ આવે અને એ પચે તો જ્ઞાનીના મનની વિચારધારા ચાલે કે જ્ઞાન તો સમુદ્ર જેટલું વિશાળ છે અને હું તો માત્ર આચમન જેટલું પણ મેળવી શક્યો નથી.. જ્ઞાન જીવનમાં ઠરતું જાય તેમ તેમ વધુને વધુ પોતાની અજ્ઞાનતાનું ભાન કરાવશે. વર્ષોથી જ્ઞાન ઓળખવા આપણે મથામણ કરીએ છીએ પરંતુ અજ્ઞાન ઓળખવાનો પુરુષાર્થ આપણા જ્ઞાનની ક્ષિતિજનો વિસ્તાર કરી દેશે. જે જીવનમાં ઉપશમભાવ સમત્વ અને મૈત્રી પ્રગટાવશે.
જ્ઞાનનું આચરણમાં પરિવર્તન થાય એજ જ્ઞાનની ફળશ્રુતિ, સહિતની ક્રિયા કર્મનિર્જરાનું કારણ બને છે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
શાન