________________
સપુરુષોએ આત્મોદ્ધાર માટે જ્ઞાન અને ક્રિયાના સમન્વયને મહત્ત્વ આપ્યું છે. જેના જીવનમાં રાગ દ્વેષની પરિણતી મંદ થતી હોય તેને જ સાચો જ્ઞાની કહ્યો છે.
જ્ઞાનની આરાધના વખતે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે “મારી અવિદ્યાનો નાશ કરી તત્ત્વદષ્ટિનું અંજન કરો, શુદ્ધિપૂર્વકની બુદ્ધિનો મને વૈભવ પ્રાપ્ત થાય, એકાંત દૃષ્ટિના અંધાપામાંથી મને અનેકાંતની દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય. ભ્રાંતિના વિષયવૃક્ષોથી ઘટાટોપ જંગલમાં હું ભૂલો પડ્યો છું. મને સમ્યજ્ઞાનના રાજમાર્ગ પ્રતિ દોરી જાવ.” - સદગુરુની પ્રાપ્તિ અને સત્શાસ્ત્રોના લાભ માટેની ઉપાસના લાભપંચમીને જ્ઞાનપંચમી બનાવી દેશે. સદ્ગુરુની કૃપાથી મળેલી જ્ઞાનની એક ચિનગારી પર ચિંતન કરતાં કરતાં સહસ્ત્ર સૂર્ય જેવું દેદીપ્યમાન દિવ્યજ્ઞાન પ્રગટશે.
.
- ગુણવંત બરવાળિયા
ઈ8
]િ
શાનસાધના અને સરસ્વતી વંદના)
સાનસાધના અને સરસ્વતી વંદના