________________
કાલિદાસજી, શ્રીહર્ષ, માઘ-ભારવિ આદિ પંડિતવર્ય શ્રેષ્ઠમતરૂપે વિદ્યાના ક્ષેત્રમાં પ્રસિદ્ધ થયાં છે.
કહેવાનો ભાવાર્થ એ છે કે તે મહાપુરુષ જેવા બહુ મોટા સત્વશાળી, પરાક્રમ કે વિદ્યાપુરુષ ન બની શકીએ પરંતુ માની અમીનજરનું એકાદ પણ કૃપાકિરણ જાણે-અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ મળી જાય તો પણ આપણું જીવન ઉન્નતિના હાથ પર સરળતાથી પ્રગતિકારક બનતું રહે.
સરરવતીજીનો સંબંધ ક્યારથી? ધરતી પર જન્મ લેતાંની સાથે જ બાળકો જ્યારે રુદન કરે છે ત્યારે “એ એ એ એવો અવાજ કરે છે. ત્યારે એવું લાગે છે કે તે પોતાની વેદના વ્યક્ત કરવા માટે વાણીની સહાય લેવાનો પ્રયાસ કરે છે પણ હકીકતમાં એવું થતું નથી. એ બાળક જાણે એ બીજ મંત્રના સ્વરૂપવાળી માને બોલાવે છે કે તે એ એ એ સ્વરૂપવાળી મા ! તું મારી પીડા - વેદના - સુધાદિ મનના ભાવો - મારી આ સાક્ષાત માને જણાવ જેથી તે મને શાંત કરવાનો પ્રયાસ કરે અને ન જાણે ત્યારે એવું જ કંઈક થાય છે કે એની સાક્ષાત્ (જન્મદાત્રી) માતા પોતાનું બધું કાર્ય છોડી દીકરાની પાસે જઈને તેને શાંત કરે છે. આથી જન્મતાંની સાથે જ મનુષ્યનો સર્વ પ્રથમ સંબંધ સરસ્વતીજીનો જ હોય છે પરંતુ મોટા થતાં જ શ્રી લક્ષ્મીજી આદિના સંબંધમાં અનેક પ્રકારે રહેતાં રહેતાં પોતાનું પોતીકું સ્વરૂપ ખોઈ બેસે છે. મા સરસ્વતીના કૃપાપાત્ર થઈ જ્ઞાન સાધનામાં પ્રત્યેક વિદ્યાર્થી કે સાધક સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરે અને આત્મોત્થાન કરી માનવભવ સાર્થક કરે એ જ મંગલ ભાવના !
પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરીશ્વરજી મ. સા.
નો ચરણકિંકર મુનિ ફુલચંદ્ર વિજયજીના લેખમાંથી સાભાર)
નસાધના અને સરસ્વતી વંદના