________________
ધર્મ - સમુદાયોમાં મા સરસ્વતીજીનો વિશિષ્ટ સ્વરૂપમાં સાદસ્વીકાર થયો જ છે. હિન્દુઓમાં સરસ્વતી નામથી, વૈશ્યોમાં શારદા, બૌદ્ધોમાં પ્રજ્ઞા પારમિતા, ખ્રિસ્તીઓમાં મીનર્વા અને જૈનોમાં શ્રુતદેવતાના નામથી મા સરસ્વતીની પૂજા થાય છે. દક્ષિણભારત - બંગાળ - મેઘાલય - આદિમાં ‘ત્રિપુરા ભારતી'ના નામથી ઘણો પ્રભાવ અને પ્રસાર કર્ણગોચર થયો છે.
વિદ્યાદેવીની સાધના શા માટે કરવી ?
જગતના કોઈપણ વ્યવહારમાં, વિષયમાં કે વિકાસમાં અરે ! કોઈ પણ સિદ્ધિને માટે માની કરુણા કૃપા - પ્રસાદ પ્રાપ્ત કરવો અનિવાર્યરૂપે આવશ્યક થઈ જાય છે. તેની આરાધના – સાધના ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે.
વિક્રમની આઠમી સદીમાં થયેલા પ્રસિદ્ધ આમરાજા પ્રતિબોધક . શ્રી બપ્પટ્ટસૂરી મ.સા.ની બાલ દીક્ષા જીવનની અદ્ભુત ઘટના વિખ્યાત છે કે ગુરુદેવશ્રી સિદ્ધસેન દિવાકરજીએ એમની સુયોગ્યતા જોઈને શ્રી સારસ્વત મહામંત્ર આપ્યો હતો. તેઓ નિરંતર જાપ કરતા હતાં પરંતુ એક દિવસ નિત્ય જાપમાં એકાગ્ર થયા, ત્યારે બાલમુનિના નૈષ્ઠિક બ્રહ્મચર્યની તેજની આભાથી, ધ્યાનની લયલીનતાથી અને જાપના પ્રકર્ષથી સ્નાનક્રીડામાં મગ્ન થયેલાં શ્રી સરસ્વતીદેવી શીતાથી એવાને એવા જ સ્વરૂપમાં પ્રગટ થયાં હતાં. પરંતુ મુનિવરે માનું વિષમ સ્વરૂપ જોઈ મોઢું ફેરવી લીધું ત્યારે દેવીને આશ્ચર્ય સાથે પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને સ્વસ્થ થઈને પૂર્ણ પ્રસન્નતાથી મુનિશ્રીને વરદાન આપી સ્વસ્થાને પાછા ફર્યા. તેમણે મુનિશ્રીને વરદાન આપ્યું કે “તું સદાય અજેય બનીશ” ત્યારથી મુનિવરજીને પ્રતિદિન હજાર (૧000) શ્લોક કંઠસ્થ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ અને સર્વશાસ્ત્રમાં પારંગત થઈને શ્રી જિનશાસનના પ્રભાવક કાર્યો કરવામાં માની કૃપાથી સમર્થ થયા અને એ જ માની કૃપાથી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, કવિ [૪][
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના