________________
જ્યારે અન્ય માન્યતા પ્રમાણે બ્રહ્માની બે પુત્રીઓ પૈકી એક પુત્રી સરસ્વતી છે અને ક્યાંક તેને બ્રહ્માની પત્ની પણ માની છે. એ જ્યારે પરિણીતા થઈ ત્યારે પ્રતીકવાળી થઈ પરંતુ નિશ્ચિતાર્થ કરવામાં વિભિન્ન મત-મતાંતર ચાલે છે તેથી એ પણ સંશોધનનો વિષય છે. - સરસવતીજીના પ્રતીકોની રહસ્યમયતા
સરસ્વતીજીના હાથમાં જે પોથી (પુસ્તક) છે, એ જ્ઞાનની અમોધ શક્તિનું સૂચક છે. માળા, મંત્રદીક્ષા સૂચક છે અને તેમાં જ્ઞાનસાધનાને યોગ્ય ક્રિયા-ઉપાસના ધ્વનિત થાય છે. એ જ રીતે વીણાવાદન એ સંગીત દ્વારા આત્માની સ્વરૂપ અવસ્થામાં લયલીન થવાનું સૂચક છે. તથા વરદમુદ્રા અને અમૃતથી ભરેલું કમંડલ ભક્તજનોના ત્રિવિધ પાપ તાપ - સંતાપને દૂર કરીને આત્માનુભૂતિનો રસાસ્વાદ કરાવનાર છે. રાજહંસ, જગતની સત-અસત તત્ત્વોને ક્ષીર - નીરની જેમ વિવેકજ્ઞાન દ્વારા ભેદ દૃષ્ટિથી “સોડહં સોડના અજપાજપનું સૂચન કરી આત્મસ્વરૂપને પ્રત્યક્ષ કરવાનું પ્રતીક છે.
મયૂરવાહિની એ માત્ર જ્ઞાન-વિજ્ઞાનની અધિષ્ઠાત્રી નહીં પરંતુ સમગ્ર સાહિત્ય સંગીત કલાની પણ મહા અધિષ્ઠાત્રી છે.
સરસ્વતીજી શતદલ કમલમાં વિરાજિત છે તે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનું , નિરૂપક છે અને દેહસ્થિત બ્રહ્મદ્વારની ઉદ્ધાટિકા પણ તે જ છે એવું જણાય છે. તંત્ર ગ્રંથોમાં સરસ્વતીજીને સુષુણ્ણા નાડીની સ્વામિની કહી છે અને તેની કૃપાથી તેમજ મધ્યમા નાડીના અભ્યાસથી જ જીવ શિવપદ સુધી પહોંચે છે, એવું કહેવાય છે. આ રીતે જુદાં જુદાં પ્રતીકો દ્વારા વૈશ્વિક સનાતન તત્ત્વોને સત્યમ્ - શિવમ્ - સુંદરમાં "પ્રસ્થાપિત કરીને જ્ઞાનાનુભવ અને સૌંદર્યાનુભવ જે આત્માના વિશિષ્ટ ગુણો છે તેનાં રૂપકો દેવીની મૂર્તિમાં ઘટાવ્યાં છે.
માના સ્વરૂપનો ભિન્ન સ્વીકાર કેવી રીતે? મા ભગવતી સરસ્વતીજીનું પ્રભુત્વ ત્રિકાલાબાધિત છે. એ સર્વ સંસારી જીવોની ઊર્ધ્વગામિની પ્રેરણાદાયક જ્ઞાનશક્તિ સ્વરૂપ છે. પ્રત્યેક શાનસાધના અને સરસ્વતી વંદના