________________
સ્પષ્ટતાથી નિવેદન કર્યું છે. શ્રી સરસ્વતીદેવી એ મોક્ષ સંપત્તિ - કેવળજ્ઞાન માટે પારંપારિક નિરુપાય કારણ છે, કેમ કે “ભારતીદેવીના પ્રસાદથી જ્ઞાન મળે છે, તે સમ્યજ્ઞાનથી તાત્ત્વિક માર્ગ મળે છે અને સમ્યગ્ ક્રિયાની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન ક્રિયાથી સાધક કેવળજ્ઞાન (કોક્ષ) સંપત્તિ પ્રાપ્ત કરી લે છે. આ રીતે મોક્ષનો નિરુપાય હેતુ સરસ્વતીની કૃપાથી થાય છે.” આથી ફલિત થાય છે કે સમ્યજ્ઞાનની આરાધના – ઉપાસના વિના જીવન ઉષ્મા, ઉલ્લાસ અને ઉદ્દેશભર્યું વ્યતિત થતું નથી. જિંદગી નિરર્થક જ વહે છે. એના કરતાં કમસેકમ એની જાણકારી પરિચય કરી લેવો આવશ્યક જ છે.
-
શ્રુત-શારદા-સરસ્વતીદેવીનાં પ્રતીકો
શ્રુત શારદા ભારતીય - બ્રહ્મી - સરસ્વતી - વિદ્યા વાગીશ્વરી - ત્રિપુરા આદિ ૧૦ ભિન્ન ભિન્ન પર્યાયવાચી નામ પ્રાપ્ત થાય છે. પ્રાચીન શિલ્પમાં તે ચાર ભુજાવાળી અથવા બે હાથવાળી દેખાય છે. કિંતુ તારંગાહિલ ૫૨ જૈન દહેરાસરજીના મંદિરના પૃષ્ઠભાગમાં આઠભુજાવાળી અને હંસયુક્ત જૈન સરસ્વતી મૂર્તિ જોવામાં આવે છે. જે સંશોધનનો વિષય છે. ઘણા બધાં શિલ્પચિત્રોમાં જમણા હાથમાં પુસ્તક - કમળ અથવા અમૃતપૂર્ણ કમંડળ ગ્રહણ કરેલ, રાજહંસ પર બેઠેલી અથવા શતદલ કમળ વચ્ચે વિરાજિત અને ક્યાંક શિલા પર બેઠેલી જણાય છે. જો કે એમાં પણ ભિન્ન ભિન્ન સંકેતાર્થ હોઈ શકે તો પણ જૈનોની સરસ્વતી બાલહંસ અને જૈનેતરોની મયૂરના પ્રતીકવાળી મનાય છે.
-
-
૨
=
·
-
સરસ્વતીજીનો નિવાસ
જૈન ધર્મ માન્ય “સેન પ્રશ્નોત્તર” નામના પ્રશ્નોત્તર ગ્રંથમાં વ્યંતર નિકાયના ગીતરુતિ ઇન્દ્રની મહર્દિક પટ્ટરાણી સરસ્વતીદેવી છે એવો ઉલ્લેખ મળે છે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના