________________
૧. વંદન, શ્રુતદેવતાને
શ્રુતદેવતાની મહત્તા
જૈનદર્શનમાં પાંચ (મતિ-શ્રુત-અવધિ-મનઃ પર્યવ-કેવલ) જ્ઞાન પૈકી બીજું શ્રુતજ્ઞાનના વર્ણ (અક્ષર) સ્વરૂપ શ્રુતદેવતા એ પ્રવચનની અધિષ્ઠાત્રીદેવી મનાય છે.
ગણધરોના મુખ (રૂપી) મંડપમાં નૃત્ય કરનારી સરસ્વતી સમસ્ત જગતમાં જ્ઞાનનો મૂળસ્ત્રોત વહાવનારી છે.
અન્ય દર્શનોમાં પણ બ્રહ્મા - વિષ્ણુ - મહેશ આદિ દેવોએ પણ જેને પ્રણામ કર્યા છે અને દિગ્ગજ કોટિના મૂર્ધન્ય પંડિતોએ પણ જેમની સ્તુતિ કરી છે તેવી મા સરસ્વતી, અજ્ઞાન તિમિરને દૂર કરનારી છે એમ પ્રસિદ્ધ જ છે “ચા વ્રહ્માઽવ્યુત શ× પ્રવૃતિમિ: દૈવૈ: સવા યુન્વિતા:” શ્લોકની પંક્તિથી આ વિભાવના પ્રત્યક્ષ જણાય છે.
ભારતીદેવીનું મહત્તમ સામર્થ્ય
ભારતીદેવી સાહિત્ય-સંગીત-કલા-વિદ્યા અને જ્ઞાન આપનારી માની છે પરંતુ અઘાવધિ (આજસુધી) અપ્રકાશિત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી સરસ્વતી અષ્ટકના સાતમા શ્લોકમાં બહુ જ શાનસાધના અને સરસ્વતી વંદના
૧