________________
અવિકસિત બુધરેખા અને શુક્રપર્વતનો વિકાસ થાય છે. જ્ઞાનમુદ્રાને વ્યાખ્યાન કે સરસ્વતી મુદ્રા પણ કહેવાય છે કારણ કે આ મુદ્રાથી સ્વયંજ્ઞાન અને પુસ્તકનું જ્ઞાન વધે છે. માથાના માઇગ્રેન દુઃખાવા માટે જ્ઞાનમુદ્રા અને પ્રાણમુદ્રા સાથે
કરવી.
તત્વજ્ઞાન મુદ્ર)
ડાબા હાથની પૃથ્વીમુદ્રા, (અંગૂઠો અને અનામિકાની ટોચ મેળવી) અને જમણા હાથની જ્ઞાનમુદ્રા કરી (તર્જની અને અંગૂઠાની ટોચ મેળવી) બંને તરફના ઘૂંટણ પર બંને હાથ રાખી
તત્ત્વજ્ઞાન મુદ્રા બને. લાભ : જ્ઞાનમુદ્રાના બધા લાભ, ઉપરાંત વિજ્ઞાનમય કોષ ખૂલે, તત્ત્વજ્ઞાન ફિલોસોફીનું જ્ઞાન વધે.
અભયજ્ઞાન મુદ્રા
બંને હાથથી જ્ઞાનમુદ્રા કરી ખભાની આજુબાજુ સીધી લાઈનમાં હથેળી દેખાય એ રીતે હાથ સીધા રાખી, અભયજ્ઞાન મુદ્રા
બને.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
[][ ૧૧૭]