________________
અહંકાર ન કરવો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન અને તેમનો વિનય કરવાં જોઈએ. આમ કરવાથી જ્ઞાન પરિપૂર્ણ બને છે.
જ્ઞાનમુદ્રા
તર્જનીની ટોચ અને અંગૂઠાની ટોચને ભેગી કરી, બાકીની મધ્યમાં, અનામિકા તથા કનિષ્ઠિકા આંગળીઓ સાથી સીધી રાખી જ્ઞાનમુદ્રા બને.
મગજના જ્ઞાનતંતુને ક્રિયાવંત કરે છે. મનને શાંત કરે છે અને જ્ઞાનનો વિકાસ થાય છે. માનસિક એકાગ્રતા, યાદશક્તિ, ચોકસાઈ અને પ્રસન્નતા વધે
આધ્યાત્મિકતા, સ્નાયુમંડળની સશક્તતા તથા ધ્યાનમાં પ્રગતિ સધાય છે. મગજને લગતા કોઈ પણ રોગ દૂર થાય જેમ કે ફીટની બીમારી, પાગલપણું, ચિડચિડયાપણું, અસ્થિરતા, ગભરામણ, અનિશ્ચિતતા, ઉન્માદ, બેચેની, નિરાશા (ડીપ્રેશન), વ્યાકુળતા વગેરે દૂર થાય છે. ક્રોધ, ઉત્તેજના, આળસ, ભય વગેરે માનસિક તનાવો દૂર થાય છે. અનિદ્રાના રોગમાં રામબાણ ઉપચાર છે. જેને વધુ ઊંઘ આવતી હોય તેની ઊંઘ પણ સમતોલ થાય છે. જૂના અનિદ્રાના રોગીએ જ્ઞાનમુદ્રા સાથે પ્રાણમુદ્રા પણ કરવી જોઈએ. શરીરના Pitutory અને Perneal માસ્ટર ગ્લાન્ડ (આંતરસ્ત્રાવી ગ્રંથિઓ)ના રસો નિયંત્રણમાં લાવે છે.
- જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૧૬