________________
જાપ વખતે દાંત પરસ્પર અડેલા ન રાખવા, બંને હોઠ અડેલા રાખી શરીરને ટટ્ટાર અને સ્થિર રાખવું.
મંત્રજાપની શરૂઆત શ્રેષ્ઠ મૂહુર્તે સૂર્યસ્વર ચાલતો હોય (પોતાના જમણાં નાકમાંથી શ્વાસ ચાલતી હોય) ત્યારે પ્રબળ સંકલ્પ કરીને ક૨વો, ત્વરિત સિદ્ધિ મળે.
કોઈ પણ મંત્ર વિધિપૂર્વક ગુરુ મ. સા. પાસેથી ગ્રહણ કર્યા બાદ ઓછામાં ઓછો ૧૨૫૦૦નો ધન્યથી કરવો. ૧ લાખનો જાપ આવશ્ય ફળ આપે અને તેથી વધુ થાય તો વધુ સારું (ઉપરોક્ત નિયમપૂર્વક ગણેલો હોય તો)
જાપ દરમિયાનના દિવસોમાં એકદમ સાદો અને હળવો આહાર લેવો. અભક્ષ્ય - કંદમૂળ, તામસી વસ્તુઓ કે બજારની ખાદ્ય ચીજોનો અવશ્ય ત્યાગ કરી બ્રહ્મચર્યના પાલનપૂર્વક કરવો. આરાધના શરૂ કરતાં પૂર્વે શ્રી તીર્થંવર ગળધરપ્રસાવવત્ ષ: યોગ: તંતુ શ્રી વ્યિધરનૌતમપયા ૬ ૫ બોલીને ચાલુ કરવો તથા “રૂમ વિફ્ન પરંનામિ સિાડ ને સિાૐ” એ પદ બોલીને ચાલુ કરવો. જેથી જાપ સફળ થાય અને જાપ પૂરો થયા બાદ ક્ષમાપના માગવી.
સાધના સિદ્ધિના સહાયક અંગો :
(૧) એક દૃઢ નિર્ણય (૨) શ્રદ્ધા સ્વજાપમાં વિશ્વાસ બાહુલ્ય (૩) શુદ્ધ આરાધના (૪) નિરંતર પ્રયત્ન (૫) નિંદાવૃત્તિત્યાગ (૬) મિતભાષણ (૭) અપરિગ્રહવૃત્તિ (૮) મર્યાદાનું પૂર્ણપાલન.
શાનસાધના અને સરસ્વતી વંદના
૯૧