________________
• કોઈ પણ મંત્રની શરૂઆત કરતાં પહેલાં ઓછામાં ઓછી ૧ . બાધા પારા (૧૦૮) ની શ્રી નવકાર મંત્રની માળા અથવા કોઈ ઇષ્ટ કે પવિત્રમંત્રની માળા ગણવી. મા સરસ્વતી દેવીની સાધના કરતાં પહેલાં પવિત્ર સ્થાને મા સરસ્વતી દેવીની મૂર્તિ અથવા આકર્ષક ફોટાઓ સુંદર લાગે તે રીતે મૂકવા. તેની સ્થાપના તે રીતે કરવી જેથી પડી ન જાય અને ખસેડવા ન પડે અને સરસ્વતીદેવીની પીઠિકા રચવી. પીઠિકા પર વાસક્ષેપ કરી શકાય. મંત્રજાપ સ્ફટિકની માળાથી અથવા સુતરની માળાથી કરવો અને તે માળાથી બીજો કોઈ મંત્રનો જાપ ન કરવો તથા બીજા કોઈને ગણવા ન આપવી: જાપની દિશા - પદ - આસન - માળા - સમય એક નિશ્ચિત રાખવા. ખાસ કારણ સિવાય ફેરફાર ન કરવો. જેટલી સંખ્યામાં જાપ નક્કી કરો તેટલા રોજ અખંડપણે નિયમિત ગણવા. વચમાં એક પણ દિવસ બાકી ન રહી જાય તે ખાસ લક્ષ્ય રાખવું. જાપ વખતે પદ્માસન ફાવે તો તે, નહીંતર સુખાસને બેસી દૃષ્ટિને પ્રતિમા સન્મુખ કે નાસાગ્રે સ્થિર કરી જાપ કરવો. મંત્રજાપ દરમિયાન મનમાં ઉચાટ - ઉદ્વેગ કે ખિન્નતા ન રાખવી.કલુષિત મનથી કરેલો જાપ નિષ્ફળ જાય. જાપ ઉતાવળથી કે અસ્પષ્ટ ઉચ્ચારથી ન કરવો, જાપ થોડો થાય તો ચાલે પણ શુદ્ધ અને મન પ્રસન્ન રહે તે રીતે નિયમિત કરવો.
જાપ કરતા વચમાં ખાડા પડે, સળંગ ન થાય તો તે ત્રુટિત - ગણાય. તેથી અખંડ (દિવસ ન પડે તે) રીતે ગણવો, જે દિવસે
ખાડો પડી જાય તો બીજા દિવસે નવેસરથી ગણવો.
૯૦
શાન સાધના અને સરસ્વતી વંદના