________________
૧૦ - સરસ્વતી મંત્ર સાધના
મંત્રજાપ શરૂ કરતાં પહેલાં અતિ જરૂરી સામાન્ય વિધિ યાને સાધનાશુદ્ધિ
કોઈપણ પ્રકારના દેવદેવીઓના મંત્ર જાપની શરૂઆત કરતાં પહેલાં ગુરુ મ. સા. ની આજ્ઞા કે અનુભવી વડીલોની સંમતિ લેવી.
કોઈપણ મંત્રની શરૂઆત શુદ્ધ દિવસે ચંદ્રબળ વગેરે જોઈ શ્રેષ્ઠ સમયે ચાલુ કરવી.
મંત્રસાધના માટે તીર્થભૂમિ, વનપ્રદેશ, પર્વતના ઊંચા સ્થાને, નદીતીરે, આશ્રમ, સાધનાકેન્દ્ર, મંદિર, દેરાસર-ઉપાશ્રય, ગૃહમંદિર કે ઘરના એકાંતસ્થાનમાં જ્યાં શાંતિ-સ્વચ્છતા ને સ્વસ્થતા જળવાય ત્યાં જાપ કરવો.
પ્રભુપ્રતિમા કે ઇષ્ટદેવ-દેવીઓની પૂર્વદિશામાં વિધિપૂર્વક સ્થાપના કરી જાપ કરવો.
જાપ દરમિયાન સંપૂર્ણ મૌન અને શાંત બનવું.
જાપ કરતાં પહેલાં જગ્યા શુદ્ધ કરી શુદ્ધ (કોરા) વસ્ત્રો પહેરવાં. ચોખ્ખાઈ અને સુગંધિત પવિત્ર વાતાવરણ વચ્ચે જાપ ચાલુ કરવો.
શાનસાધના અને સરસ્વતી વંદના
ae