________________
સરસ્વતી પ્રાર્થના
-
રાગ : પ્રભુ જેવો ગણો તેવો તથાપિ બાલ તારો છું... સરસ્વતી માત હો પ્યારી, તુમારો બાળ સત્ બોલે કરોને મહેર ક્ષણ દેવી, ટળે મુજ અજ્ઞતા જોરે... સર...૧ બૂરો-ભંડો મૂરખ પૂરો, કપટને કામે વળી શ્રી, બધા દુર્ગુણના દરિયો, છતાં તુજ બાળ નહીં ભૂલો. સર....૨ કદી પુત્ર-કુપુત્ર થાય, નહીં માતા-કુમાતા થાય, ભલી ભોળી તુમ હો માત, જગતની રીત એ ના છોડ..સર...૩ છતાં તરછોડશો મુજને, થશે અપજશ જગ તારો હવે શું સોચવું તુજને, ગ્રહી લે હાથ બાળકનો... સર...૪ મળે તુજ રાગીને શ્રુતજ્ઞાન, ફળે તું ધ્યાનને ઉજમાળ પરંતુ આપો જો નિજબાળ, માનું કે આપનો નહીં પાર...સર...૫ ભરી શ્રદ્ધા હૃદય ભારી, જગતમાં તું હી એક સાચી કરીશ જ્ઞાની આતમરાગી, અંતરના પાપ દઈ ટાળી...સર...૬
(આ ચાર કૃતિઓના રચયિતા મુનિ કુલચંદ્ર વિજયજી)
આનંદામૃત અર્પે અમોની દુબુદ્ધિ સહુ દૂર કરો દેવી સરસ્વતી ઉરમાં કરો,
- ઉમાશંકર જોશી
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના