________________
શારદાસ્તુતિઃ હે શારદે મા, હે શારદે મા, અજ્ઞાનતાર્સે હમે તારદે મા, તું સ્વરકી દેવી એ સંગીત તુજસે, હરશબ્દ તેરા હર ગીત તુજસે, હમ હૈ અકેલે હમ હે અધૂરે તેરી શરણ હમ, હમે પ્યાર દે મા...૧ મુનિઓને સમજી ગુણીઓને જાણી, સંતોષી ભાષ આગમકી વાણી, હમ ભી તો સમજે હમ તી જાણે, વિઘાકા હમ કો અધિકાર દે મા તું શ્વેતવર્ણી કમલ પે બિરાજે, હાથોમેં વીણા મુકુટ શિરપે સાજે મનસે હમેરા મિટાદે અંધેરા, હમકો ઉજાલાકા પરિવાર દે મા
મા શારદાને વંદના
ખાતરચા પ્રતિમસ્ય... જેના નામ સ્મરણથી અબુધનાં કષ્ટો બધાં નાસતા, જેના જાપ કરણથી વિબુધનાં કાર્યો સદા શોભતા, જેના ધ્યાન થકી મળે ભવિકને પુચૌધની સંપદા, ભાવે તે શ્રુતશારદા ચરણમાં હોજો સદા વંદના...૧ જે વિલસે સચરાચર જગતમાં હંસાધિરૂઢા બની, શોભે પુસ્તક પંકજે ગ્રહી થકી મૌક્તિકમાલા વળી, વિદ્યા વાણીપ્રમોદને યશઃ દઈ કામિતને પૂરતી,
ભાવે તે શ્રતશારદા ચરણમાં હોજો સદા વંદના...૨ -તીર્થકર મુખ સેવતી ભગવતી વિખ્યાત જે લોકમાં પૂજે દાનવ-માનવો લળી લળી પાપો તૂટે થોકમાં, ભજે સંશય લોકના તિમિરને જૈનેશ્વરી જોડ ના, ભાવે તે શ્રુત શાદરા ચરણમાં હોજો સદા વંદના...૩
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના